Gujarati News

Gujarati News

News of Monday, 20th January 2020

દર્શકોને સતત નવું આપું એ મારી જવાબદારીઃ શ્વેતા

ટીવી અભિનેત્રી શ્વેતા તિવારી પોતાના લગ્ન જીવનમાં અનેક ઉતાર-ચડાવ જોઇ ચુકી છે. જો કે તેણે આ મુશ્કેલીઓનો હિમ્મતથી સામનો કર્યો છે. હવે તે પોતાની પ્રોફેશનલ લાઇફને વધુ મહત્વ આપી રહી છે. કસોૈટી જિંદગી કી શો થકી શ્વેતા તિવારીને ઘર-ઘરમાં ઓળખ મળી હતી. તેનો એ રોલ ચાહકો આજે પણ પસંદ કરે છે. આથી જ તે પોતાના ચાહકો માટે સતત નવું આપવાની જવાબદારી નિભાવી રહી છે. શ્વેતાએ કહ્યું હતું કે જો દર્શકો માત્ર તમારા પાત્રને પ્રેમ કરતાં હોય તો તે તમારા સાચા પ્રશંસક નથી. આજે પણ કેટલાક લોકો મને પ્રેરણા તરીકે બોલાવે છે. કારણ કે તેને પ્રેરણા ગમે છે. પણ બીજા પ્રશંસકો મને પરવરીશની સ્વીટી, મેરે ડેડ કી દૂલ્હન ગુનિત સિક્કા તરીકે પણ બોલાવે છે. બિગ બોસની સ્પર્ધક તરીકે પણ શ્વેતા ભાગ લઇ ચુકી છે. શ્વેતા કહે છે કલાકાર તરીકે મારી જવાબદારી છે કે હું દર્શકોને વિભીન્નતાથી ભરેલી પ્લેટ પીરસું. હું હમેંશા બધા માટે પ્રેરણા બનીને ન રહી શકું, બીજા પાત્રો પણ મારે ભજવવા પડે. શ્વેતા છેલ્લે વેબ સિરીઝમાં તેના અંતરંગ દ્રશ્યોને કારણે ખુબ ચર્ચામાં આવી હતી.

 

(9:46 am IST)