Gujarati News

Gujarati News

News of Sunday, 20th January 2019

બાહુબલીને ટક્કર આપશે સુનિલ શેટ્ટીની ફિલ્‍મ 'મરક્કડ-ધ લોયન ઓફ અરેબિયન સી : ફિલ્મનું શૂટિંગ એપ્રિલ સુધીમાં પૂર્ણ : તસવીર વાયરલ થઇ

મુંબઇ :  ચાર વર્ષ બાદ સુનીલ શેટ્ટી સ્ક્રીન પર પરત આવી રહ્યાં છે, આ તસવીરમાં તો એવું લાગી રહ્યું છે કે તે 'બહુબલી' ને ટક્કર આપવામાં આવી રહ્યો છે. પ્રિયદર્શનના ડાયેકશનમાં બની રહેલી આ ફિલ્મમાં સુનિલ શેટ્ટી 16મી સદીના દરિયાઈ યોધ્ધાની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મનું નામ 'મરક્કડ-ધ લોયન ઓફ અરેબિયન સી હશે અને ખબર એ પણ છે કે આનું શૂટિંગ પણ શરુ થઇ ચુક્યું છે.

આ ફિલ્મમાં સુનિલ શેટ્ટી ભારે યુદ્ધ સીન કરશે, આમાં તલવારથી અનેક પ્રકારની તલવારબાજી જોવા મળશે. ફિલ્મમાં તેની સાથે પ્રભુદેવા અને મોહનલાલ પણ મુખ્ય ભૂમિકામાં હશે. આ ફિલ્મ લગભગ 150 કરોડના બજેટમાં તૈયાર કરવામાં આવશે. ફિલ્મનું શૂટિંગ એપ્રિલ સુધી પૂર્ણ થશે. પરંતુ આ ફિલ્મ વર્ષ 2020માં રિલીઝ થશે. ફિલ્મ ફક્ત હિન્દીમાં જ નહીં તામિલ, તેલુગુ અને મલાયાલમ ભાષામાં દર્શકો સુધી પહોંચશે. ફિલ્મની કહાની નેવી ચીફ મોહમ્મદ અલી ઉર્ફ કુનાઝી મરક્કડ ચતુર્થની કહાની પર આધારિત છે.

(1:30 pm IST)