Gujarati News

Gujarati News

News of Saturday, 20th January 2018

પ્રભુદેવાના ડાન્સ સ્ટેપ શીખવા કેટરીના વહાવે છે 5 કલાક પરસેવો

મુંબઇ: અભિનેત્રી કેટરિના કૈફ આમ તો અન્ય અભિનેત્રીઓની તુલનાએ સારી ડાન્સર ગણાય છે પરંતુ પ્રભુ દેવા જેવા ટોચના કોરિયોગ્રાફરે તૈયાર કરેલા ડાન્સને સહેલાઇથી રજૂ કરી શકાય નહીં એટલે કેટરિના રોજ પાંચેક કલાક પ્રેક્ટિસ કરે છે એવી જાણકારી મળી હતી. પ્રભુ દેવાના ડાન્સ સ્ટેપ્સનો અમલ કરવાનું ભલભલા કલાકારોને અગાઉ મુશ્કેલ લાગ્યું હતું. હાલ પ્રભુ દેવા યશ રાજની આગામી ફિલ્મ ઠગ્સ ઑફ હિન્દુસ્તાન માટે કોરિયોગ્રાફી કરી રહ્યા છે. દેશના જે વિસ્તારોમાં ઠગો રહેતા હતા એમાં કેટલાક પહાડી વિસ્તારોનો સમાવેશ હતો. પ્રભુ દેવાએ એ પહાડી વિસ્તારોની ડાન્સ શૈલીનો અભ્યાસ કરીને ઠગ્સ ઑફ હિન્દુસ્તાન માટે કોરિયોગ્રાફી કરી છે. એના સ્ટેપ્સ બેસાડવા કેટરિના રોજ સતત પાંચેક કલાક પ્રેક્ટિસ કરીને આ સ્ટેપ્સને આત્મસાત કરવા પરસેવા વહાવે છે એવી માહિતી મિડિયાને આપવામાં આવી હતી. આ માહિતી આપનારા સૂત્રે કહ્યું કે આમ તો આ ડાન્સ ઉત્તર ભારતની લોકનૃત્ય શૈલી પર આધારિત છે. પ્રભુ દેવાએ એમાં લોકનૃત્યની સાથોસાથ જિમ્નેસ્ટિક્સ (વ્યાયામના પ્રયોગો) ઉમેરીને એને મુશ્કેલ બનાવ્યું છે એટલે કેટરિનાએ જોરદાર મહેનત કરવી પડે છે.

(4:40 pm IST)