Gujarati News

Gujarati News

News of Saturday, 20th January 2018

ઠગ્સ ઓફ હિન્દોસ્તાનાં એક ગીત માટે રોજના પાંચ કલાક ટ્રેઈનિંગ લઇ રહી છે કેટરિના

મુંબઇ, તા. ર૦ : પ્રભુદેવાનાં સ્ટેપ્સ પર ડાન્સ કરવા માટે કેટરિના કૈફ રોજના પાંચ કલાક પહાડી ડાન્સ-સ્ટાઇલની અને જિમન્ેસ્ટિકસની ટ્રેઇનિંગ લઇ રહી છે. પ્રભુ દેવાની સાથે ડાન્સ કરવાનું તો મુશ્કેલ છે જ, પરંતુ તેણે કોરિયોગ્રાફ કરેલા ડાન્સ કરવાનું પણ ખુબ જ મુશ્કેલ છે. કેટરિના હાલમાં આમિર ખાન સાથે ઠગ્સ ઓફ હિન્દોસ્તામાં કામ કરી રશહી જેની ગીતની કોરિયોગ્રાફી પ્રભુ દેવાએ કરી છે. પ્રભુ દેવાએ પહાડી ડાન્સ-સ્ટાઇલ અને જિમન્ેસ્ટિકસનાં ડાન્સ-સ્ટેપ્સનો આ ગીતમાં સમાવેશ કર્યો છે. આ ગીતમાં આમિર કરતાં વધુ મુશ્કેલ સ્ટેપ કેટરિનાનાં છે કેટરિના ખુબ જ સારી ડાન્સર હોવા છતાં આ સ્ટેપ કરવા માટે છેલ્લા એક અઠવાડયાથી રોજના પાંચ કલાક ડાન્સ અને જિમન્ેસ્ટિકસની ટ્રેઇનિંગ લઇ રહી છે. આ ટ્રેઇનિંગની સાથે કેટરિનાએ તેની ડાયટને પણ ચેન્જ કરી દીધી છે. તે હવે પ્રોટીનથી ભરપુર ડાયટ લઇ રહી છે.

(2:59 pm IST)