Gujarati News

Gujarati News

News of Wednesday, 19th December 2018

જિંદગી ના મિલેગી દોબારાની સિક્વલમાં કામ કરવાની કેટરીના કેફની ઈચ્છા

મુંબઇ:  કેટરિના કૈફે બોલીવૂડમાં સ્થાન જમાવી દીધું છે. તે એક પછી એક ફિલ્મો સાઇન કરતી જાય છે. અત્યાર સુધી કરેલી ફિલ્મોમાં જિંદગી ના મિલેગી દોબારા તેની બહુ નજીક છે. તેને આ ફિલ્મની સિકવલ બને તેમજ તેમાં તે કામ કરે તેવી ઇચ્છા પ્રગટ કરી હતી.કેટરિના હાલ ફિલ્મ ઝીરો ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ દરમિયાન તેને મીડિયાકર્મીઓએ પુછ્યું હતું કે તેનું ભજવેલું ક્યું પાત્ર તેના દિલની નજીક છે. ત્યારે કેટરિનાએ કહ્યું હતું કે, મેં દરેક પાત્ર પર બહુ મહેનત કરી છે. તેથી કોઇ રોલ ભુલવા ઇચ્છતીન થી. પરંતુ મારા દ્વારા ભજવેલ બે પાત્ર મારા દિલની હંમેશા નજીક રહેશે. તેમાંનું પહેલું ફિલ્મ રાજનીતિ અને બીજું જિંદગી ન મિલેગી  દોબારાનું છે. કેટરિનાએ વધુમાં કહ્યું હતું કે, મને જ્યારે પણ ઝોેયા મળશે ત્યારે હું આ સિકવલની તેની સાથે વાત કરવાની છું. આ ફિલ્મમાં કેટરિના સાથે હૃતિક રોશન, અભય દેઓલ, ફરહાન અખ્તર અને કલ્કિ કોચલિન જેવા કલાકારોએ મુખ્ય ભૂમિકા ભજવી હતી.

(5:42 pm IST)