Gujarati News

Gujarati News

News of Wednesday, 19th December 2018

બુઢીયા, આન્ટીના સંબોધન છતાં...

સતત હોટ તસ્વીરો પોસ્ટ કરતી જ રહે છે અમિષા પટેલ

જેની છેલ્લી ફિલ્મ ભૈયાજી સુપરહિટ પણ સફળ નથી નિવડી એ અમિષા પટેલ ચાલીસ વર્ષની ઉમરે પણ ગ્લેમરસ અને હોટ તસ્વીરો સોશિયલ મિડીયા પર સતત પોસ્ટ કરતી રહી છે. આ કારણે તે સતત ટ્રોલર્સનો ભોગ બનતી રહે છે. કેટલાક તો તેને બુઢીયા અને આન્ટી જેવા સંબોધનો પણ કરે છે. તેમજ એવી સલાહ આપે છે કે હવે ઉમર થઇ ગઇ છે, આવા ફોટો પોસ્ટ કરવાનું બંધ કરવું જોઇએ. પરંતુ અમિષાને આનાથી કોઇ મતલબ નથી. તે સતત હોટ તસ્વીરો પોસ્ટ કરતી રહે છે. કહોના પ્યાર હૈ જેવી બ્લોકબસ્ટર ફિલ્મથી શરૂઆત કરનાર અમિષાએ સની દેઓલ સાથે ગદ્દર એક પ્રેમકથા જેવી સફળ ફિલ્મ પણ આપી છે. હાલમાં તેની પાસે કોઇ ફિલ્મ નથી. ચર્ચામાં રહેવા તે સતત સોશિયલ મિડીયા પર સક્રિય રહે છે અને તસ્વીરો પોસ્ટ કરે છે. હાલમાં જ આવી હોટ તસ્વીરો પોસ્ટ કરી હતી.

(9:46 am IST)