Gujarati News

Gujarati News

News of Wednesday, 19th December 2018

દિપીકા-કેટરીના વચ્ચે ફરી નવી દોસ્તીનું નિર્માણ

દિપીકા પાદુકોણ અને કેટરીના કૈફ વચ્ચે ફરીથી દોસ્તી થઇ રહી છે. રણવીર કપૂર સાથે આ બંને એક સમયે ખાસ મિત્રતામાં રહી ચુકી છે. આ કારણે બંને વચ્ચે અબોલા થઇ ગયા હતાં. પણ દિપીકાએ રણવીર સિંહ સાથે લગ્ન કરતાં અને રિસેપ્શનમાં આમંત્રણ આપતાં કેટરીના ખાસ તેમાં હાજર રહી હતી. જ્યાં દિપીકાએ તેનું દિલથી સ્વાગત કર્યુ હતું અને રણવીર સિંહે બંનેને સાથે ડાન્સ પણ કરાવ્યો હતો. એ પછી દિપીકાએ સોશિયલ મિડીયા પર કેટરીનાને ફોલો કરવાનું શરૂ કર્યુ હતું અને કેટરીનાએ પણ આમ જ કર્યુ હતું. કેટરીનાને જ્યારે પુછાયું કે શું દોસ્તીની નવી શરૂઆત થઇ રહી છે? ત્યારે તેણે કહ્યું હતું કે હું મારા વિચારોને ભાવુકતાથી પ્રગટ કરુ છું. મને આમંત્રણ મળતાં હું ગઇ હતી. તાજેતરમાં દિપીકાએ એક ઇન્ટરવ્યુમાં કેટરીનાની કારકિર્દી અને તેના કામના ખુબ વખાણ કર્યા હતાં.

(9:45 am IST)