Gujarati News

Gujarati News

News of Saturday, 19th November 2022

બેબાક બોલી અને બોલ્‍ડ અંદાજ માટે જાણીતી અભિનેત્રી રશ્‍મિ દેસાઇએ પહેરેલા ટાઇટ કપડા જોઇને સૌ કોઇ ચોંકી ગયા

શ્વાસ કઇ રીતે લઇ શકાય છે જેવી કોમેન્‍ટો થવા લાગી

મુંબઇઃ અભિનેત્રી રશ્મિ દેસાઇએ પહેરેલા ટાઇટ કપડાના કારણે તે ભારે ચર્ચામાં આવી છે.

રશ્મિ દેસાઈની હોટ તસવીરો જોવા માટે તેના ચાહકો ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક સહિતના સોશિયલ મીડિયા પર 'ટ્રાફિક જામ' કરતા હોય છે.

રશ્મિ દેસાઈ હંમેશાથી પોતાના બોલ્ડ અંદાજ અને બેબાક બોલી માટે જાણીતી છે.

હાલમાં રશ્મિ દેસાઈ સિંગર નેહા ભસીનની બર્થ ડે પાર્ટીમાં પહોંચી હતી. ત્યાં તેના ટાઈટ કપડાં જોઈને સૌ કોઈ ચોંકી ગયા હતાં.

રશ્મિ દેસાઈની તસવીરો જોઈને ચાહકો કોમેન્ટ કરી રહ્યાં છેકે, આટલો ટાઈટ ડ્રેસ પહેર્યો છે તો શ્વાંસ કઈ રીતે લઈ શકાય છે.

રશ્મિ દેસાઈએ ન્યૂડ મેકઅપ, પોનીટેલ અને સ્ટ્રૈપી બ્લેક હીલ્સ સાથે હોટ તસવીરો શેર કરી. જેને કારણે ચાહકો ખુશ છે.

સોશિયલ મીડિયા પર રશ્મિ દેસાઈની કેટલીક તસવીરો વાયરલ થઈ રહી છે. જેના કારણે હાલ તે ખુબ ચર્ચામાં છે. તેણે એવા કપડાં પહેરીને હોટ ફોટો શેર કર્યા છે કે, શું કહેવું.

રશ્મિ દેસાઈને કલર્સ ચેનલના ઉતરણ અને તપસ્યા શો થી ઘરેઘરે પ્રસિદ્ધિ મળી હતી. આ ઉપરાંત તે બિગ બોસ અને ખતરો કે ખેલાડી શો રિયાલીટી શોમાં દેખાશે.

(4:35 pm IST)