Gujarati News

Gujarati News

News of Tuesday, 19th November 2019

એતિહાસિક ફિલ્મ તાનાજી નું ટ્રેલર લોન્ચ

મુંબઈ:બોલિવૂડના સિંઘમ સ્ટાર અજય દેવગનની આગામી ફિલ્મ તનાજી: ધ અનસંગ વોરિયરનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. અજય દેવગન, સૈફ અલી ખાન અને કાજોલ સ્ટારર પિરિયડ ડ્રામા ફિલ્મ તનાજી: ધ અનસંગ વોરિયરનું ટ્રેલર રિલીઝ થયું છે.આ ફિલ્મ અજય દેવગનની કારકિર્દીની 100 મી ફિલ્મ છે. ફિલ્મમાં અજય દેવગન મરાઠા યોદ્ધા સુબેદાર તનાજી માલુસરેની ભૂમિકામાં જોવા મળશે. અજય દેવગન અને કાજોલ લાંબા સમય પછી સાથે જોવા મળશે. આ ફિલ્મમાં સૈફ અલી ખાન વિલનની ભૂમિકામાં જોવા મળશે.તનાજીનું દિગ્દર્શન ઓમ રાઉતે કર્યું છે. આ ફિલ્મમાં કાજોલ અતિથિની ભૂમિકામાં છે. તે તનાજીની પત્ની સાવિત્રીબાઈ માલુસારેની ભૂમિકામાં છે.તાણાજી 10 જાન્યુઆરી, 2020 ના રોજ રજૂ થશે.

(5:14 pm IST)