Gujarati News

Gujarati News

News of Tuesday, 19th November 2019

ફિલ્મ 'સર્કસ'માં સૂરજ પંચોલી - પરિણિતીની જોડી જામશે : સુનિલ શેટ્ટીની પણ યાદગાર ભૂમિકા

મુંબઇ,તા. ૧૯ : સલમાનખાનના બેનર હેઠળ બનેલી ફિલ્મ હિરો મારફતે બોલિવુડમાં એન્ટ્રી કરી ચુકેલા સુરજ પંચોલીને હવે વધુ એક ફિલ્મ હાથ લાગી છે. તે હવે પરિણિતી ચોપડાની સાથે 'સર્કસ' નામની ફિલ્મમાં કામ કરશે. આ ફિલ્મને કોરિયોગ્રાફર બોસ્કો માર્ટિન ડાયરેક્ટ કરી રહ્યા છે. આ ફિલ્મનુ શુટિંગ હવે ટુંક સમયમાં હાથ ધરવામાં આવનાર છે. મ્યુઝિકલ ડ્રામા ફિલ્મમાં સુનિલ શેટ્ટી પણ એક યાદગાર ભૂમિકા અદા કરી રહ્યો છે.

તાજેતરમા ંજ એવા અહેવાલ આવ્યા હતા કે સુરજ પંચોલી સુનિલ શેટ્ટીની જ ફિલ્મ ધડકનમા પણ નજરે પડનાર  છે.  સુરજ પંચોલી પોતાને સુનિલ શેટ્ટીની ખુબ નજીક ગણે છે. હકીકતમાં સુરજ પંચોલીએ પોતાની પ્રથમ ફિલ્મની શરૂઆત સુનિલ શેટ્ટીની પુત્રી આથિયાની સાથે કરી હતી.

પરિણિતી અને સુરજની જોડી લોકોને પસંદ પડશે કે કેમ તે તો સમય બતાવશે પરંતુ હાલમાં બોલિવુડમાં નવી નવી જોડીને ચમકાવવાને લઇને નિર્માતા નિર્દેશકો પ્રયાસ કરે છે. કારણ કે ફિલ્મ ચાહકો હવે નવા નવા કલાકારોને જ જોવા માટે ઇચ્છુક હોય છે.

(4:05 pm IST)