Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

ઋત્વિક રોશન અને વાણી કપૂર યશરાજ બેનરની એક્શન ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત

મુંબઈ :ફિલ્મ અભિનેતા ઋત્વિક રોશન અને વાણી કપૂર અત્યારે યશરાજ બેનરની હેઠળની એક્શન ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા છે. બંને એ તાજેતરમાં આ ફિલ્મનું શૂટિંગ પૂરુ કર્યું છે. જોકે હજૂ ફિલ્મનું ટાઇટલ નક્કી કરવામાં આવ્યુ નથી. બંને હવે થોડા જ સમયમાં કોર્સિકામાં બીજા શેડ્યુઅલનું શૂટિંગ શરૂ કરશે. સિદ્ધાર્થ આનંદના દિગ્દર્શનમાં બની રહેલી આ ફિલ્મનું શૂટિંગ છ વિદેશી લોકેશન પર થશે.

ઋત્વિક અને વાણી બંને સારા દરજ્જાના ડાન્સર્સ છે એટલે દર્શકોને તેમની કેમેસ્ટ્રી ગમશે.' ઋત્વિક-વાણી સિવાય આ ફિલ્મમાં ટાઇગર શ્રોફ પણ જોવા મળશે. એક તરફ ઋત્વિક ફિલ્મનું ગીત શૂટ કરી રહ્યો છે ત્યારે ટાઇગર ફિલ્મના એક્શન સીન શૂટ કરી રહ્યો છે. કોરિયોગ્રાફર બોસ્કો માર્ટિસ ટૂંક સમયમાં જ આ ફિલ્મ માટે એક રોમેન્ટિક ગીત કોરિયોગ્રાફ કરવાના છે. તેણે જણાવ્યું હતુ કે, 'મેં છેલ્લે બેંગ-બેંગમાં ઋત્વિક સાથે કામ કર્યું હતું. એ ફિલ્મ માટે કોર્સિકામાં અમે એક સુંદર ગીત શૂટ કર્યું હતું.

(12:33 am IST)