Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

કૃતિ સેનન પાણીપત ફિલ્મની તૈયારીમાં :મરાઠી શીખવાનું કર્યું શરુ

આશુતોષ ગોવારીકરદિગ્દર્શિત ફિલ્મમાં કૃતિ મરાઠા ક્વીનનુ પાત્ર ભજવશે

મુંબઈ ;અભિનેત્રી કૃતિ સેનન હાલમાં 'હાઉસફુલ 4'ના શૂટિંગ માં વ્યસ્ત છે. પરંતુ તેણી પોતાની બીજી ફિલ્મ 'પાણીપત'ની તૈયારી પણ શરૂ કરી દીધી છે. આ ફિલ્મમાં કૃતિ મરાઠા ક્વીનનુ પાત્ર ભજવશે, જેના માટે તેણે મરાઠી શીખવાનું ચાલુ કરી દીધું છે.

 તેણીએ જણાવ્યું હતું કે, હું દિલ્હીમાં જન્મી અને મોટી થઇ છું એટલે મરાઠી ભાષા મારા માટે નવી છે. બંને ફિલ્મોના શેડ્યૂલ વચ્ચે સમય ગાળો ઓછો છે એટલે મેં અત્યારથી જ મરાઠી શીખવાનું શરુ કરી દીધું છે. અત્રે ઉલ્લેખનિય છે કે, આશુતોષ ગોવારીકર આ ફિલ્મનું ડાયરેક્શન કરવાના છે.

(12:32 am IST)