Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

રોહિત શેટ્ટીએ રિયાલિટી શો 'ખતરોં કે ખિલાડી'નું શૂટિંગ કર્યું શરુ

ફિલ્મ 'સિંબા'નું શૂટિંગ પૂરું કરી મુંબઈ પરત ફરતા ફરીવાર શૂટિંગમાં વ્યસ્ત થયો

મુંબઈ :રણવીર સિંહ અને સારા અલી ખાન સ્ટારર ફિલ્મ 'સિંબા'નું શૂટિંગ પૂરું કરી રોહિત શેટ્ટી મુંબઈ પરત ફર્યો હતો. તેણે તરત તેના જ નેક્સ્ટ પ્રોજેક્ટના શૂટિંગમાં વ્યસ્ત થઇ ગયો છે. રોહિતે ગત દિવસોમાં રિયાલિટી શો 'ખતરોં કે ખિલાડી'નું શૂટિંગ કર્યું છે. તે બ્રેક વિના જ આ શોના હેક્ટિક શેડ્યુઅલને પૂરું કરી રહ્યો છે.

   આ શોનું શૂટિંગ પૂરું થતા જ તે 'સિંબા'ના પોસ્ટ પ્રોડક્શનમાં જોડાશે. આ સિવાય તે ફિલ્મના પ્રમોશન માટે સમય ફાળવશે. અત્રે ઉલ્લેખનિય છે કે સિંબા ફિલ્મ 28 ડિસેમ્બરે રિલીઝ થશે.

(12:32 am IST)