Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

સંગીતની લાઇવ કોન્સર્ટસ્ દ્વારા હું ઘણું શીખ્યો છું: વિશાલ

મુંબઇ: ફિલ્મોમાં સંગીત પીરસવા ઉપરાંત લાઇવ ટીવી શોમાં જજ તરીકે લોકપ્રિય એવા સંગીતકાર વિશાલ દાદલાનીએ કહ્યું હતું કે સંગીતની લાઇવ કોન્સર્ટસ્ દ્વારા હું ઘણું શીખ્યો છું.હાલ લોકપ્રિય ટીવી શો ઇન્ડિયન આઇડોલમાં જજ તરીકે નેહા કક્કડ અને અન્યો સાતે સેવા આપી રહેલા આ સંગીતકારે છેલ્લા કેટલાક સમયથી પોતાના બાહ્ય દેખાવમાં જબ્બર ફેરફારો કરી નાખ્યા છે. માથાના વાળ સફાચટ કરીને તાલકું રાખવા ઉપરાંત તાજેતરમાં એણે હોઠ પરની મૂછને પણ વિદાય આપી દીધી હતી.તમે આટલી બધી વ્યસ્તતાને શી રીતે પહોંચી વળો છો એવા સવાલના જવાબમાં વિશાલે કહ્યું કે કામ તમને શીખવે છે. મેં સ્ટેજ શોથી મારી કારકિર્દી શરૃ કરી હતી. પછીના તબક્કે હું ફિલ્મ સંગીત સાથે જોડાયો. એ સમયે પણ મારા સ્ટેજ શો તો ચાલુ જ હતા. સ્ટેજ પર તમે હો ત્યારે ઓડિયન્સના જીવંત પ્રતિભાવ તમારી સમક્ષ હોય છે. એ ક્ષણો તમને ઘણું શીખવી દે છે કે તમારે ક્યાં કેવી રીતી વર્તવું ? મને મારા સ્ટેજ શો દ્વારા ઘણું શીખવા મળ્યું છે. સ્ટેજ શો દ્વારા તમે ક્રાઉડ (ભીડ કે મોટા ટોળા)ને વાંચતાં શીખી જાઓ છો.

(4:48 pm IST)