Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

દીપિકાએ પહેરેલ મોટો પ્લેટિનમનો સોલિટેર સેટ ચર્ચાનો વિષય બન્યો

દરેક જણ જયારે બોલિવુડના સૌથી પાવર કપલ દીપિકા પાદુકોણ અને રણવીર સિંઘનાં લગ્નને લઇને જાણવા દરેક જણ ખુબ ઉત્સાહી છે ત્યારે આ કપલે તેમના લગ્નની યાદગાર ક્ષણો પેૈકીની થોડી યાદો તેમના ચાહકો માટે રજુ કરી. તેમાં એક વસ્તુ દરેકના ધ્યાન પર ગઇ હતી મહેન્દી લગાડેલા દીપિકાના હાથ પર રહેલી ડાયમન્ડની સુંદર રીંગ. રણવીર સિંઘે તેમના સંબંધોને લઇને વધુ એક ઉચ્ચાઇ કે કપલ્સ માટે ગોલ સ્થાપિત કરતા તેના લેડી લવને દુલર્ભ પ્લેટિનમનો મોટો સોલિટેર સેટ ભેટમાં આપ્યો જે તેણીએ લગ્નમાં પહેર્યો હતો. આ પ્લેટિનમનો લંબચોરસ સોલિટેર સેટ (અંદાજીત રૂ. ૧.૫૦ થી ર કરોડની આસપાસની કિંમતનો) બી-ટાઉનમાં તેની મોટી સાઇઝ ને લઇને ચર્ચાનો વિષય બન્યો છે. નિક જોનસે પોતાની વધુ પ્રિયંકાને ટિફની થી કુશન કટ ડાયમન્ડની પ્લેટિનમ રીંગ ભેટમાં આપી ત્યારથી પ્લેટિનમ ટ્રેન્ડ ઓફ ધ યર બની રહયો છે. આવનાર વર્ષમાં ઘણા યુગલો લગ્નગ્રંથીમાં જોડાઇ રહયાની અફવા છે ત્યારે જોવાનું રહયું કે કોણ પ્લેટિનમ વે અપનાવે છે.

(4:48 pm IST)