Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

ભાભીજી પ્રેગનન્‍ટ હૈ

ઘર-ઘરમાં જાણીતા ટીવી શો ‘ભાભીજી ઘર પર હૈ'માં અનિતાભાભીનો રોલ નિભાવી જાણીતી બનેલી અભિનેત્રી સોૈમ્‍યા ટંડન મા બનવાની છે. આ માહિતી ખુબ સોૈમ્‍યાએ પોતાના સોશિયલ મિડીયા એકાઉન્‍ટ પર પોસ્‍ટ કરી છે. સોૈમ્‍યાએ પોતાની તસ્‍વીર સાથે લખ્‍યું છે કે એક ગજબના અહેસાસ સાથે સવારે ઉઠુ છું. હું પોતાની જાતને આશીર્વાદ અને દેવભક્‍તિથી ભરપુર અનુભવી રહી છું. એક સોૈથી મોટી વાત એ છે કે હું ગર્ભવતિ છું. હું હવે દરેક પળને આનંદથી માણી રહી છું. તમારા બધાની શુભેચ્‍છાઓની મારે ખુબ જરૂર છે. સોૈમ્‍યાએ ૨૦૧૬માં તેના જુના મિત્ર સોૈરભ દેવેન્‍દ્રસિંહ સાથે લગ્ન કર્યા હતાં. છેલ્લા કેટલાક સમયથી એવી વાતો પણ થઇ રહી હતી કે સોૈમ્‍યા ભાભીજી ઘર પર હૈ શો છોડી રહી છે. પણ હવે સ્‍પષ્‍ટ થયું છે કે ડિલિવરી પુરતી તે આ શોમાંથી રજા લેશે. સોૈમ્‍યાને ભાભીજીના રોલમાં પસંદ કરનારા અસંખ્‍ય ચાહકો છે.

 

(10:58 am IST)