Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

અર્જૂનની બારમી ફિલ્‍મનું શુટીંગ પુરું: મે મહિનામાં રિલીઝ

અભિનેતા અર્જૂન કપૂરે નવી ફિલ્‍મનું શુટીંગ પુરૂ કરી દીધું છે. રાજકુમાર ગુપ્‍તા સાથે તે  ઇન્‍ડિયાઝ મોસ્‍ટ વોન્‍ટેડ' નામની ફિલ્‍મ કરી રહ્યો છે. આ ફિલ્‍મમાં તે પહેલી વખત ઇન્‍ટેલિજન્‍સ ઓફિસરની ભૂમિકામાં જોવા મળવાનો છે. શુટીંગ પુરૂ થઇ ગયાની જાણકારી અર્જુને સોશિયલ મિડીયા મારફત આપી હતી. અર્જુને લખ્‍યું હતું કે અમુક યાત્રા એવી હોય છે જે એક દ્રષ્‍ટિકોણને પુરો કરવા માટે થતાં પ્રયાસોને કારણે ખાસ બની જતી હોય છે. ઇન્‍ડિયાઝ મોસ્‍ટ વોન્‍ટેડ મારી બારમી ફિલ્‍મ છે. સ્‍ટાર સ્‍ટુડિયોઝ અને ગુપ્‍તા ફોકસે સાથે મળીને ફિલ્‍મનું નિર્માણા કર્યુ છે. આવતા વર્ષે ૨૪મી મેના રોજ આ ફિલ્‍મ પ્રર્દિશત થવાની છે. અર્જૂન અને પરિણીતીની છેલ્લે રિલીઝ થયેલી ફિલ્‍મ નમસ્‍તે ઇંગ્‍લેન્‍ડ ટિકીટબારી પર નિષ્‍ફળ નિવડી હતી. અર્જૂનને આ નવી ફિલ્‍મ પર ખુબ આશા છે.

(10:58 am IST)
  • ભરૂચના સ્ટેશન રોડ પર આવેલ હોટેલ એપલ ઇનના ચોથા અને પાંચમા માળને તંત્ર દ્વારા સિલ કરાયો:ગેરકાયદેસર બાંધકામના કારણે ભરૂચ અંકલેશ્વર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા લેવાયા access_time 6:46 pm IST

  • મધ્યપ્રદેશમાં આજે ભાજપ સ્ટાર પ્રચારકોનો જમાવડો:ભોપાલમાં આજે ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહનો રોડ શૉ:યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ઈન્દોરમાં રેલી સંબોધશે access_time 12:55 pm IST

  • યુગાન્ડામાં તોફાનો ફાટી નીકળ્યા : ૧ ગુજરાતીનું મોત : ૨૦૦ ગુજરાતી પરિવારોમાં ભયનો માહોલ : નોર્થ યુગાન્ડામાં તોફાનો ફાટી નીકળ્યા : ગુજરાતીઓની દુકાનો પર પથ્થરમારો : પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ : એક ગુજરાતી અશ્વેતનું અકસ્માતમાં મોત થતા તોફાનો નીકળ્યા access_time 4:20 pm IST