Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

લાંબા સમયે ફરીવાર સૈફ અને રાની સાથે

બોલીવૂડ અભિનેતા સૈફ અલી ખાન અને બોલીવૂડમાં બબલી ગર્લ તરીકે એક સમયે ઓળખાતી રાની મુખર્જી અગાઉ સાથે કામ કરી ચુકયા છે. લાંબા સમય પછી ફરીથી આ બંને ફિલ્મી પરદે એક સાથે આવી રહ્યા છે. બંટી ઓૈર બબલી-૨ ફિલ્મ બનીને રિલીઝ થવા માટે તૈયાર થઇ ચુકી છે. અગાઉની બંટી ઓૈર બબલીમાં અભિષેક બચ્ચન અને રાની મુખર્જીની જોડીને દર્શકોએ ખુબ પસંદ કરી હતી અને ફિલ્મ પણ સુપરડુપર હિટ નિવડી હતી. અમિતાભ બચ્ચને પણ પોલીસ અધિકારીનો રોલ નિભાવ્યો હતો, તો ઐશ્વર્યા બચ્ચને પણ સસરા અમિતાભ સાથે કજરા રે...કજરા રે...ગીતમાં ધમાલ મચાવી હતી. આ ફિલ્મના બીજા ભાગમાં અભિષેકને બદલે સૈફ અલી ખાનને લેવાયો છે. રાની મુખર્જી ઉપરાંત સિધ્ધાંત ચતુર્વેદી અને શર્વરી વાઘની નવી જોડી પણ છે. કોરોના વાયરસને કારણે બંધ થયેલુ શુટીંગ શરૂ કરતાની સાથે યશરાજ સ્ટુડિયોમાં ગીતનું શુટીંગ થયું હતું. હવે ડબીંગનું કામ ચાલી રહ્યું છે. વરૂણ વી. શર્માના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ મોટા પરદે રિલીઝ કરવા નિર્માતાઓ આતુર છે. 

(9:40 am IST)