Gujarati News

Gujarati News

News of Friday, 19th October 2018

ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં મેં સંઘર્ષ કર્યો છે: શ્રદ્ધા કપૂર

મુંબઈ: શ્રદ્ઘા તેની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘સ્ત્રી’ની સફળતા વિશે કહે છે કે, જ્યારે મારી આ ફિલ્મ બનીને તૈયાર થઇ ગઇ ત્યારે મને તેને જોઇને જ બહુ ડર લાગતો હતો. જ્યારે પણ હું આ ફિલ્મ જોઉં છું તો મારા હાથ મારી સામે આવી જાયછે.એ વાત જુદી છે કે દર્શકોને આ ફિલ્મ બહુ ગમી છે અને તેણે રૂા.૧૦૦ કરોડથી પણ વધારે વ્યવસાય કર્યો છે. આ ફિલ્મ પછી શ્રદ્ઘાની બીજી ફિલ્મ ‘બત્તી ગુલ મીટર ચાલુ’ પણ રિલીઝ થઇ.આ ફિલ્મ વીજળી વિશે છે. આથી શ્રદ્ઘા કહે છે કે મારૂં વીજળીનું બીલ હું જાતે જ ભરૂ છું. શરૂઆતમાં મારા પાપા મને ના પાડતા પણ મેં તેમને સમજાવી દીધા અને હજુ પણ અમારૂ વીજળીનું બિલ હું ચેક કરી ભરી દઉું છું. બોલીવુડમાં અત્યારે જે મુદ્દાની બહુ ચર્ચા છે તે સગાવાદ વિશે શ્રદ્ઘા કહે છે કે, હું કલાકારની પુત્રી હોવા છતાંય મેં ઇન્ડસ્ટ્રીમાં સંઘર્ષ કર્યો છે. મેં પહેલી ફિલ્મ કરી ત્યારે તેના નિર્માતાને એ પણ નહોતી ખબર કે હું કોની પુત્રી છું. મેં તેના માટે ઓડિશન આપ્યું હતું અને તે પછી મને બ્રેક મળ્યો હતો. મને ખબર હતી કેમારે જે પણ કામ કરવાનું છે તે મેરિટ પર કરવાનું છે અને મારી જવાબદારી મારે નિભાવવાની છે. શ્રદ્ઘા અત્યારે સાઇના નેહવાલની બાયોપિક કરી રહી છે. તેની તૈયારી પૂરજોશમાં ચાલુ છે. ભારતીય બેડમિન્ટન ખેલાડી સાઇના નેહવાલના જીવન પર આ ફિલ્મ આધારિત છે. તેના વિશે શ્રદ્ઘા કહે છે કે આ ફિલ્મની તૈયારી મેં ગયા વર્ષે જ શરૂ કરી દીધી હતી.તેમાં મારી શારીરિક મહેનત પણ બહુ છે. અત્યંત પડકારરૂપ પાત્ર ભજવવાનું છે. જ્યારે આગામી ફિલ્મ ‘સાહો’ અંગે શ્રદ્ઘા કહે છે કે, હું પહેલી વાર બે ભાષામાં બનનારી ફિલ્મમાં કામ કરી રહી છું.આથી મને એવું લાગીરહ્યું છે કે હું એક નહીં બલ્કે બે ફિલ્મો કરી રહી છું.

(5:54 pm IST)