Gujarati News

Gujarati News

News of Friday, 19th October 2018

વધુ એક ફિલ્મ સર્જક મી ટુની ઝપેટમાં: વિપુલ શાહ પર લાગ્યો સીનમાં પરાણે કિસ કરવાનો પ્રયાસ

મુંબઇ: આગેવાન ફિલ્મ સર્જક વિપુલ અમૃતલાલ શાહની નમસ્તે ઇંગ્લેંડમાં સેકંડ લીડ કરી રહેલી અને હિટ નીવડેલી વેબ સિરિઝ સેક્રેડ ગેમ્સ કરી ચૂકેલી ઇરાની અભિનેત્રી નોરૌઝીએ એવો આક્ષેપ કર્યો હતો કે વિપુલે મને પરાણે કીસ કરવાનો પ્રયાસ કર્યો હતો.'નમસ્તે ઇંગ્લેંડની મુખ્ય હીરોઇન પરિણિતી ચોપરા છે. અગાઉ વિપુલે ફિલ્મની સેકંડ લીડની ઑફર જેક્લીન ફરનાન્ડિસને કરી હતી પરંતુ એણે સેકંડ લીડ કરવાની ના પાડી હતી. મેં છ છ ઓડિશન્સ આપ્યા પરંતુ એ મારો ઉત્સાહ વધારવાને બદલે મારો આત્મવિશ્વાસ ડગી જાય એવી કોમેન્ટ્સ કરતો રહ્યો અને હું આ દુનિયાની સૈાથી નબળી અભિનેત્રી છું એવું બોલતો રહ્યો. સાતમા ઓડિશનને બહાને એણે મને બોલાવી ત્યારે એ મને વિના કારણે સ્પર્શ કરતો રહ્યો અને એક તબક્કે એણે મને પરાણે કીસ કરવાના પણ પ્રયાસ કર્યા' એવું નોરૌઝીએ આક્ષેપ કરતાં કહ્યં હતું. એણે કહ્યું કે વિપુલ સતત મને લલચાવતો રહ્યો કે આપણે થોડા દિવસમાં પેપર્સ સાઇન કરવાનાં છીએ. અમે એની ઑફિસમાં મળ્યા ત્યારે એણે મને કીસ કરવાનો પ્રયાસ કર્યો. મેં એને પાછળ ધકેલી દીધો અને કહ્યંુ કે આ શું કરો છો ? આપણે તમારી ઑફિસમાં છીએ. જો કે મારે એ ફિલ્મ જતી નહોતી કરવી એટલે બને એટલા મૃદુ સ્વરમાં મેં એને વાર્યો. જો કે હું સતત સાવધ રહી હતી.

(5:44 pm IST)
  • વડોદરામાં સ્વાઈન ફ્લૂથી મહિલાનું મોતઃ સુરતમાં ૩ કેસ વધુ નોંધાયા ભાવનગરમાં પણ સ્વાઈન ફ્લૂના શંકાસ્પદ દર્દીનું મોત access_time 3:54 pm IST

  • અમદાવાદના વેજલપુરમાં બાળકી સાથે દુષ્કર્મ : અમદાવાદમાં ૮ વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો મામલે વેજલપુર પોલીસે આરોપી ફરહાન નુર મહંમદની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરીઃ પાડોશીએ ઘરમા બાળકીને રમવા બોલાવીને આચર્યું દુષ્કર્મ access_time 3:54 pm IST

  • સુરત:નાની અંબાજી ખાતેથી ગઇકાલે નીકળેલી રથયાત્રામાં બની અકસ્માત ઘટના:માતાજીના રથયાત્રા દરમ્યાન યુવક રથ પરથી નીચે પટકાયો:ઘટના બાદ લોકો વચ્ચે મચી નાશભાગ યુવક ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યો access_time 4:34 pm IST