Gujarati News

Gujarati News

News of Friday, 19th October 2018

લવ રંજન ઉપર યૌન શોષણનો આરોપ લાગતા રણબીર કપૂરે તેની સાથે ફિલ્મ કરવાની ના પાડી દીધી

ફિલ્મપ્યાર કા પંચનામાફેમ નિર્દેશક લવ રંજન ફિલ્મસોનુ કે ટીટુ કી સ્વીટીની શાનદાર સફળતા બાદ ખૂબ ચર્ચામાં હતા. સફળતા બાદ લવ રંજને અજય દેવગણ અને રણબીર કપૂરને લઈને પોતાની નેક્સ્ટ રોમેન્ટિક કોમેડી ફિલ્મ સાઈન કરી હતી. હાલમાં ફરીથી લવ રંજન ચર્ચામાં છે. #MeToo મૂવમેન્ટ અંતર્ગત લવ રંજન પર યૌન શોષણનો આરોપ લાગ્યો છે.

યૌન શોષણનો આરોપ લાગતાં નિર્ણય

હવે રણબીર કપૂરે ફિલ્મ કરવાનો નિર્ણય કર્યો છે. રિપોર્ટ્સ પ્રમાણે, રણબીરે લવ રંજનની ફિલ્મ છોડી તેના મુખ્ય બે કારણો છે. એક તો લવ રંજન પર લાગેલો યૌન શોષણનો આરોપ અને બીજું લવ રંજને લખેલી વાર્તા રણબીરને પસંદ નથી આવી. સૂત્રોના મતે, હાલ તો રણબીર કપૂર દેશમાં નથી પરંતુ લવ રંજન પર યૌન શોષણનો આરોપ લાગ્યો ત્યારે રણબીરે નક્કી કરી લીધું કે તે તેની સાથે ફિલ્મ નહીં કરે.

સ્ક્રિપ્ટ નહોતી આવી પસંદ

તરફ રણબીરના નજીકના લોકો તેને સલાહ આપી રહ્યા છે કેસંજૂજેવી સફળ ફિલ્મમાં કામ કર્યા બાદ ફિલ્મની પસંદગીમાં સાવચેતી રાખવી જોઈએ. લવ રંજનની સ્ક્રિપ્ટ વાંચીને રણબીર ખાસ ઉત્સાહિત નહોતો. રણબીરની ઈચ્છા હતી કે લવ રંજન ફરી એકવાર ફિલ્મની વાર્તા પર કામ કરે પરંતુ ત્યારે લવ રંજન #MeTooના આરોપમાં ફસાઈ ગયો.

લવ રંજને પૂછ્યા હતા વલ્ગર સવાલ

લવ રંજન પર એક એક્ટ્રેસે યૌન શોષણનો આરોપ લગાવતા કહ્યું કે, “ ઘટના 2010ની છે જ્યારે લવ રંજનની ફિલ્મના ઓડિશન માટે ગઈ હતી. લવ રંજને મને પૂછ્યું હતું કે શું માસ્ટરબેટ કરી શકું છું, કપડાં ઉતારીને બ્રા અને પેન્ટીમાં પોતાને બતાવી શકું છું વગેરે જેવા વલ્ગર સવાલ કર્યા હતા. સવાલોથી હું ખૂબ અનકમ્ફર્ટેબલ ફીલ કરતી હતી એટલે ઓડિશન વચ્ચેથી છોડીને જતી રહી.”

(5:41 pm IST)