Gujarati News

Gujarati News

News of Friday, 19th October 2018

દિવાળી ઉપર કોમેડી શો વિથ કપિલ શર્મા શોનો પ્રારંભઃ સોશ્યલ મીડિયામાં સમાચાર આપ્યા

મુંબઈઃ કોમેડિયન કપિલ શર્મા સતત ફિલ્મોમાં ફ્લોપ થયા બાદ ફરી એક વખત તે નાના પડદે આવી રહ્યો છે. માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. કપિલ શર્મા પોતાના ચાહકોને વખતે દિવાળી ગિફ્ટ આપવા જઈ રહ્યો છે. તેમના દર્શકો અને ચાહકો માટે સારા સમાચાર છે કે, તે ફરી એક વખત કોમેડી શો વીથ કપિલ શર્મા લઈને આવે છે. શો સોની પર આવશે અને શો માટેનું શુટિંગ શરૂ થઈ ચૂક્યું છે.

નવી સિઝન સાથે લોકોને હસાવશે

કપિલ શર્માએ શો અંગેના શુટિંગના સમાચાર આપ્યા છે. કપિલ શર્માએ પોતાના ઈનસ્ટાગ્રામ પર એક ફોટો પોસ્ટ કર્યો છે. જેમાં તેની સાથે તેના બે કર્મચારીઓ પણ જોવા મળે છે. ફોટાના કેપશન પર કપિલે લખ્યું છે કે, દોઢ મહિના બાદ મુંબઈ પરત આવ્યો છું. હવે કપિલ શર્મા શોની એક નવી સિઝન સાથે લોકોને હસાવવાનો સમય છે. એક વેબાસાઈટ સાથેના વિવાદ અને સતત શુટિંગ રદ કરવાને કારણે પહેલાનો શો ફેમિલિ ટાઈમ વિથ કપિલ બંધ થઈ ગયો હતો. ત્યાર બાદ કપિલ ડિપ્રેશનમાં હતો.

કલાકારો કપિલના સપોર્ટમાં આવ્યા હતા

વર્ષ 2018માં ફેમિલી ટાઈમ વીથ કપિલ શર્મા શોથી તે નાના પદડે ફરી સક્રિય થયો હતો પણ માત્ર 3 એપિસોડ બાદ શો બંધ થઈ ગયો હતો. જે લોકો કપિલને નજીકથી ઓળખે છે તેઓ કપિલના સપોર્ટમાં ઊતરી આવ્યા હતા. કપિલની અભિનેત્રી સુગંધા મિશ્રાએ કહ્યું કે, હું ક્યારેય ભૂલી નહીં શકું કે કપિલને કારણે હું ઈન્ડસ્ટ્રીમાં છું. માત્ર મને નહીં પણ મારા જેવા બીજા લોકોને પણ એક્ટિંગ અને કોમેડી ફિલ્ડમાં સારા-સલાહ સૂચન કર્યા હતા. અમે કપિલને કાયમ હસતા જોયો છે પણ છેલ્લા કેટલાક સમયથી ઘણું બધું બદલી ગયું છે. હાલ તે પોતાના ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યા છે.

ખોટા મિત્રોના વર્તુળમાં અટવાયો

સુગંધા મિશ્રાએ કહ્યું કે, તેમના પરિવારમાંથી કોઈ તેને ખોટી સલાહ આપી રહ્યું છે, છેલ્લા દોઢ મહિનાથી તે ખોટા મિત્રોના વર્તુળમાં અટવાયેલો છે. આસપાસ થોડા પોઝિટિવ માણસો આવશે એટલે બધુ સારું થઈ જશે. હવે કપિલ એકદમ ફિટ થઈને મુંબઈ પરત ફર્યો છે. તે હિમાચલપ્રદેશ અને બેંગ્લોરના આશ્રમમાં રહેતો હતો જ્યાં તેને યોગ અને ડિટોક્સિફિકેશનથી પોતાને સ્વસ્થ કર્યો છે. હવે તેને દારૂ પીવાનું પણ છોડી દીધું છે. દરમિયાન તેણે ટ્વિકલ ખન્નાની એક બુક પણ વાંચી છે જેમાંથી પ્રેરણા મેળવી તે મુંબઈ પરત આવ્યો છે.

(5:33 pm IST)
  • અમદાવાદ : માતાજીનો ચમત્કાર આવ્યો સામે:શહેરના ઘાટલોડિયા વિસ્તારની પારસમણિ સોસાયટીની ઘટના :અંબાજી માતાના મંદિરમાં થયો ચમત્કાર :મંદિર પરિસરમાં ગત રાત્રે માતાજીના કંકુના પગલાં પડ્યા :ચમત્કાર જોવા મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓનું ઘોડાપુર ઉમંટયુ access_time 4:35 pm IST

  • હવેથી CBSE માન્ય સ્કૂલોના વિદ્યાર્થીઓ ગમે ત્યાંથી યુનિફોર્મ,સ્ટેશનરી અને પુસ્તકો ખરીદી શકશે :નવી ગાઈડલાઈન જાહેર દેશની 20 હજારથી વધુ સ્કૂલો થશે પ્રભાવિત access_time 4:30 pm IST

  • સુરત :ન્યુ સિવિલ હોસ્પિટલની ઘટના:માનસિક વોર્ડમાં તબીબ અને દર્દી વરચે બોલાચાલી દર્દીએ ગુસ્સામાં આવી વોર્ડમાં તોડફોડ કરી:ખટોદરા પોલીસ ઘટના સ્થળે પહોંચી access_time 8:37 pm IST