Gujarati News

Gujarati News

News of Friday, 19th October 2018

વિદ્યા અને નિમરત બનશે વૈજ્ઞાનિકઃ અક્ષયનો ગેસ્ટ રોલ

અક્ષય કુમાર અને વિદ્યા બાલન ફરી સાથે કામ કરી રહ્યા છે. આ પહેલા બંને ભૂલભુલૈયામાં સાથે હતાં. જો કે બંનેની જોડી નહોતી. હવે અક્ષય સાથે વિદ્યા ઉપરાંત નિમરત કોૈર પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. આર. બાલ્કી આ ફિલ્મ બનાવી રહી છે. અગાઉ અક્ષય પેડમેનમાં અને વિદ્યા પા ફિલ્મમાં બાલ્કી સાથે કામ કરી ચુકયા છે. ચર્ચા છે કે આ ફિલ્મમાં વિદ્યા બાલન અને નિમરત કોૈરની ભૂમિકા મુખ્ય હશે. અક્ષય કુમારનો રોલ બહુ લાંબો નહિ હોય, આમ છતાં તે ખુબ મહત્વનો હશે. વિદ્યા અને નિમરત વૈજ્ઞાનિકનો રોલ નિભાવતી અને મંગળ ગ્રહ પર સંશોધન કરતી જોવા મળશે. ફિલ્મનું નામ 'મહિલા મંડલી' એવું રખાયું છે. આ ફિલ્મ તદ્દન અલગ જ પ્રકારની હશે. અમિતાભ બચ્ચન ફિલ્મમાં ગેસ્ટ રોલમાં જોવા મળશે.

(9:48 am IST)
  • આવતીકાલે શુક્રવારે પણ ઇંધણના ભાવમાં મળશે રાહત :પેટ્રોલ -ડીઝલના ભાવમાં થશે ઘટાડો : પેટ્રોલના ભાવમાં 20 પૈસા અને ડીઝલના ભાવમાં સંભવત 10 પૈસા સુધીનો ઘટાડો કરાય તેવી શકયતા : એકધારા વધતા ભાવથી ત્રાહિમામ લોકોને મળશે હળવી રાહત access_time 11:58 pm IST

  • સુરેન્દ્રનગર:શહેરમાં પસાર થતી દુધરેજ નર્મદા કેનાલમાં અગમ્ય કારણોસર વૃદ્ધ દંપતીએ ઝંપલાવતા પતિનું મૌત નીપજ્યું :પાલિકા ફાયર ફાયટર ટિમ દ્વારા વૃધ્ધ પત્નીને બચાવી લેવામાં આવી:પોલીસે ધટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી access_time 8:38 pm IST

  • પેટ્રોલ-ડીઝલના ભાવવધારાના પગલે અમદાવાદમાં કોંગ્રેસની સાયકલ રેલી : અમદાવાદમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિતભાઇ ચાવડાની આગેવાનીમાં કાલુપુર રેલ્વે સ્ટેશનથી લાલ દરવાજા સુધી સાયકલ રેલીઃ પેટ્રોલ - ડીઝલના ભાવવધારાના પગલે ૧૫ ફુટ ઉંચા મોંઘવારીનો રાક્ષસ બનાવી વિરોધ દર્શાવ્યોઃ રૂપાલી સિનેમા પાસે પુતળાનું દહન કરાશે access_time 3:54 pm IST