Gujarati News

Gujarati News

News of Friday, 19th October 2018

દિવ્યા સાથે બ્રેકઅપ પછી પ્રિયાંકની નવી રિલેશનશીપ

રિયાલીટી શો બિગ બોસ-૧૧માં અગાઉ ભાગ લઇ ચુકેલો પ્રિયાંક શર્મા કેડબરી ગર્લ ખુશી જોષી સાથેની રિલેશનશીપને કારણે ચર્ચામાં છે. એક ચર્ચા મુજબ બિગ બોસના ઘરમાં પ્રિયાંકે એન્ટ્રી કરી એ પહેલા તે કેડબરી ગર્લ ખુશી જોષી સાથે ડેટ કરી ચુકયો હતો. હજુ પણ તે તેની સાથે જ હોવાનું કહેવાય છે. જો કે આ બંનેએ પોતે સારા મિત્ર હોવાનું કહ્યું હતું. રિલેશન બાબતે ખુશીએ ઉંડા શ્વાસ લીધા હતાં અને કહ્યું હતું કે હજુ અમે બંને કારકિર્દી પર ધ્યાન આપી રહ્યા છીએ અને હાલમાં અમે વધુ વાતચીત પણ કરતાં નથી. પ્રિયાંકે કહ્યું હતું કે હું ખુશીને દિલ્હીમાં એક કોમન મિત્ર થકી મળ્યો હતો. હું તેને શુભકામના પાઠવું છું. પ્રિયાંક અગાઉ સ્પિલ્ટ્સવિલાની પોતાની જોડીદાર દિવ્યા અગ્રવાલ સાથે પણ ડેટ કરી ચુકયો છે. જો કે દિવ્યાએ બ્રેકઅપની ઘોષણા કરી દીધી હતી. પ્રિયાંક હવે બેનાફશા સાથે રિલેશનમાં હોવાની પણ વાતો આવી રહી છે.

(9:48 am IST)
  • સુરત:નાની અંબાજી ખાતેથી ગઇકાલે નીકળેલી રથયાત્રામાં બની અકસ્માત ઘટના:માતાજીના રથયાત્રા દરમ્યાન યુવક રથ પરથી નીચે પટકાયો:ઘટના બાદ લોકો વચ્ચે મચી નાશભાગ યુવક ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યો access_time 4:34 pm IST

  • રેલ રાજ્યમંત્રી મનોજ સિન્હા, રેલ્વે બોર્ડ પ્રમુખ અશ્વિની લોહાની, ઉત્તર રેલ્વેના જનરલ મેનેજર વાયુસેનાના વિશેષ વિમાનથી રાત્રે 11 કલાકે અમૃતસર જવા રવાના access_time 10:41 pm IST

  • અમદાવાદ : માતાજીનો ચમત્કાર આવ્યો સામે:શહેરના ઘાટલોડિયા વિસ્તારની પારસમણિ સોસાયટીની ઘટના :અંબાજી માતાના મંદિરમાં થયો ચમત્કાર :મંદિર પરિસરમાં ગત રાત્રે માતાજીના કંકુના પગલાં પડ્યા :ચમત્કાર જોવા મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓનું ઘોડાપુર ઉમંટયુ access_time 4:35 pm IST