Gujarati News

Gujarati News

News of Friday, 19th October 2018

યુલિયાની હિન્દી ફિલ્મઃ દિલ્હી, મથુરા, પોલેન્ડમાં થશે શુટીંગ

સલમાન ખાનની ખાસ દોસ્ત મનાતી યુલિયા વન્તુર બોલીવૂડમાં અભિનય કારકિર્દી શરૂ કરી રહી છે. તેની પહેલી ફિલ્મ 'રાધા કયું ગોરી મૈં કયું કાલા' આવતા વર્ષે મે મહિનામાં રિલીઝ થશે. ચર્ચા છે કે આ ફિલ્મના નિર્માણમાં સલમાન ખાને પણ ભાગ ભજવ્યો છે. ફિલ્મનું નિર્દેશન પ્રેમ. આર. સોની કરી રહ્યા છે, તે સલમાન ખાન સાથે ખુબ સારી મિત્રતા ધરાવે છે. ફિલ્મનું એક પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. જેમાં યુલિયા મિરાબાઇના અવતારમાં દેખાઇ રહી છે. તેણે પીળા રંગની સાળી અને ગુલાબની માળા પહેરી છે. ભકિતમાં ગળાડૂબ હોય તેવા હાવભાવ જોવા મળી રહ્યા છે. પોસ્ટરમાં બેકગ્રાઉન્ડમાં ભગવત્ ગીતાની અમુક લાઇનો પણ દેખાય છે. યુલિયા સાથે હીરો તરીકે જીમ્મી શેરગીલને લેવાયો છે. પહેલા રણદીપ હુડ્ડાની પસંદગી થઇ હતી. પણ તેણે ફિલ્મ છોડી દીધી હતી. શુટીંગ દિલ્હી, મથુરા અને પોલેન્ડમાં થશે.

(9:48 am IST)