Gujarati News

Gujarati News

News of Friday, 19th October 2018

માનવી અને જાનવરો વચ્ચેના પ્રેમની કહાની-'જંગલી'

અભિનેતા વિદ્યુત જામવાલની ફિલ્મ 'જંગલી'નું ટીઝર રિલીઝ થઇ ગયું છે. જેમાં વિદ્યુત એક પશુ ચિકીત્સકના રોલમાં જોવા મળે છે. તે હાથીઓ સાથેના લગાવને કારણે હાથીદાંતની તસ્કરી કરતી ગેંગ સાથે અથડામણ કરી બેસે છે. ફિલ્મનું ટીઝર અત્યંત રોચક છે. માણસો અને જાનવરો વચ્ચેના પ્રેમની ખુબ હૃદયસ્પર્શી કહાની જોવા મળવાની છે.

અમેરિકન ફિલ્મમેકર ચક રસલની આ એકશન એડવેન્ચર થ્રિલર ફિલ્મમાં વિદ્યુત જોરદાર એકશન કરતો પણ જોવા મળશે. જંગલ અને જાનવરોને લઇને બનાવાયેલી આ કદાચ પહેલી મહત્વપુર્ણ ફિલ્મ છે. ફિલ્મનું નિર્દેશન પણ હોલીવૂડ નિર્માતા ચક રસેલએ કર્યુ છે. આવતા વર્ષે પાંચમી એપ્રિલે આ ફિલ્મ રિલીઝ થવાની છે.

 

(9:47 am IST)