Gujarati News

Gujarati News

News of Tuesday, 19th September 2023

બાહુબલી અને 'RRR'ની સફળતા બાદ ડાયરેક્‍ટર એસ એસ રાજામૌલીએ નવી ફિલ્‍મ 'Made In India'નું કર્યુ એલાન

ફિલ્‍મનું પ્રોડક્‍શન રાજામૌલીનો પુત્ર એસ એસ કાર્તિકેય અને વરુણ ગુપ્તા કરી રહ્યા છે

નવી દિલ્‍હી, તા.૧૯: દિગ્‍ગજ ડાયરેક્‍ટર એસ એસ રાજામૌલીએ પોતાની આગામી ફિલ્‍મનું એલાન કરી દીધુ છે. બાહુબલી અને 'RRR'ની જોરદાર સફળતા બાદ ડાયરેક્‍ટરે નવા પ્રોજેક્‍ટની ડિટેલ્‍સ શેર કરી છે. ફિલ્‍મના ટાઈટલ સાથે તેમણે સ્‍ટોરી પરથી પણ પદડો ઉઠાવી દીધો છે.

શું છે ફિલ્‍મનું ટાઈટલ? એસ એસ રાજામૌલી આ વખતે એક એવી સ્‍ટોરી પર કામ કરી રહ્યા છે જે ભારતીય સિનેમાની સ્‍ટોરી જણાવે છે. ફિલ્‍મનું ટાઈટલ 'Made In India' છે જે એક બાયોપિક છે. ફિલ્‍મનું પ્રોડક્‍શન રાજામૌલીનો પુત્ર એસ એસ કાર્તિકેય અને વરુણ ગુપ્તા કરી રહ્યા છે. બીજી તરફ 'Made In India'નું ડાયરેક્‍શન નિતિન કક્કડ કરશે.

સ્‍ટોરી અંગે રાજામૌલીએ કહી આ વાતઃ એસ એસ રાજામૌલીએ આજે 'Made In India'નો એક વીડિયો પોતાના ઓફિશિયલ ટ્‍વીટર (X) હેન્‍ડલ પર શેર કર્યો છે. આ સાથે જ તેમણે કેપ્‍શનમાં જણાવ્‍યું કે, જ્‍યારે પહેલી વખત તેમણે ફિલ્‍મનું નેરેશન સાંભળ્‍યું હતું ત્‍યારે તેઓ ઈમોશનલી કનેક્‍ટ થઈ ગયા હતા.

એસ એસ રાજામૌલીએ રહ્યું કે, જ્‍યારે મેં પહેલી વખત સ્‍ટોરી સાંભળી તો તેણે મને એટલો ઈમોશનલી પ્રભાવિત કરી દીધો કે જેટલો કોઈ બીજી વસ્‍તુએ ન કર્યો. એક બાયોપિક બનાવવી પોતાનામાં જ એક મુશ્‍કેલ કામ છે પરંતુ ભારતીય સિનેમાના પિતા વિશે કલ્‍પના કરવી તેનાથી વધુ પડકારરૂપ છે. મારી ટીમ તેના માટે તૈયાર છે અને હું ખૂબ જ ગર્વ સાથે 'Made In India' પ્રોજેક્‍ટ કરી રહ્યો છું.

એસએસ રાજામૌલી વર્ષ ૨૦૨૩ની શરૂઆતથી જ ચર્ચામાં છે. તેમની ફિલ્‍મ RRR એ વિશ્વભરમાં ખ્‍યાતિ મેળવી હતી. આ ફિલ્‍મે ઓસ્‍કાર એવોર્ડ્‍સમાં પણ ટાઈટલ પોતાના નામે કર્યું હતું. એકેડેમી એવોર્ડ્‍સ ૨૦૨૩માં RRRનું ફૂટ ટેપિંગ સોન્‍ગ નટુ-નાટુએ બેસ્‍ટ ઓરિજનલ સોન્‍ગ કેટેગરીમાં એવોર્ડ પોતાના નામે કર્યો હતો.

(4:38 pm IST)