Gujarati News

Gujarati News

News of Tuesday, 19th September 2023

એક્‍ટ્રેસ તળષા કળષ્‍ણન ટૂંક સમયમાં મલયાલમ પ્રોડ્‍યુસર સાથે લગ્ન કરશે તેવી અટકળો

મુંબઈ, તા.૧૯: અભિનેત્રી તળષા કળષ્‍ણન સાઉથથી લઈને હિન્‍દી સિનેમા માટે પણ જાણીતો ચહેરો છે. થોડા સમય પહેલા એક્‍ટ્રેસ મણિરત્‍નમની ઐતિહાસિક ડ્રામા પોન્નિયિન સેલ્‍વન એટલે કે પીએસ૧ અને ૨ માં નજર આવી હતી અને હવે વર્તમાન સમયમાં તે પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં છે.

અભિનેત્રી પોતાની સુંદરતા અને શ્રેષ્ઠ એક્‍ટિંગ સ્‍કિલથી લાખો ચાહકોના દિલ પર રાજ કરે છે. રિપોર્ટ અનુસાર તળષા પોતાના જીવનના આગામી તબક્કા માટે આગળ વધી રહી છે. તળષા ટૂંક સમયમાં એક મલયાલમ પ્રોડ્‍યુસર સાથે લગ્ન કરશે. જોકે એક્‍ટ્રેસ તરફથી આ વિશે કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી.

થોડા દિવસ પહેલા તળષા કળષ્‍ણને પોતાની ફિલ્‍મ પોન્નિયિન સેલવન ૨ ના પ્રમોશન દરમિયાન પોતાના વેડિંગ પ્‍લાનિંગ અંગે ખુલાસો કર્યો હતો. અભિનેત્રીએ શેર કર્યું હતુ કે તેણે હજુ સુધી આ વિશે કોઈ નિર્ણય લીધો નથી.

ઉલ્લેખનીય છે કે ૨૩ જાન્‍યુઆરી ૨૦૧૫એ ચેન્નઈના એક બિઝનેસમેન સાથે અભિનેત્રી તળષાની સગાઈ થઈ હતી પરંતુ થોડા મહિના બાદ બંને અલગ થઈ ગયા હતા.

(4:34 pm IST)