Gujarati News

Gujarati News

News of Tuesday, 19th September 2023

ઓટીટી પ્‍લેટફોર્મે કમાલ કરી છેઃ ઇશા

ઇશા તલવાર છેલ્લે સાસ બહૂ ઓૈર ફલેમિંગોમાં જોવા મળી હતી. એ પહેલા તેણે મિરઝાપુર-૨માં માધુરી યાદવનો રોલ ભજવી પ્રસંશા મેળવી હતી. ૨૦૧૨માં મલયાલમ ફિલ્‍મમાં તેણે ગજબનો ભાવનાત્‍મક રોલ નિભાવ્‍યો હતો. તેણે અત્‍યાર સુધીમાં દક્ષીણ ભારતીય અને હિન્‍દી મળીને ત્રીસ જેટલી ફિલ્‍મો કરી છે. વેબ શોમાં પણ તે વધુ કામ કરી રહી છે.  ઇશા કહે છે મારી મલયાલમ ફિલ્‍મ થત્તાથીન મારાયાથુની મારી નિર્દોષ ભુમિકા જોઇ દર્શકોને મે ભાવવિભોર થતાં જોયા છે. ઇશાએ ૨૦૦૦માં હમારા દિલ આપ કે પાસ હૈમાં બાળ કલાકાર તરીકે કામ કર્યુ હતું. એ પછી ૨૦૧૮માં તે ફરીથી બોલીવૂડમાં આવી હતી. ઇશા કહે છે મને કોમેડી કરવી પણ ગમે છે, આવી ભુમિકા ભજવાનો મોકો મને શર્માજી નમકીનમાં ઋષી કપૂર જેવા દિગ્‍ગજ કલાકાર સાથે મળ્‍યો હતો. ઓટીટી પ્‍લેટફોર્મે ઘણાના જીવન બદલી નાંખ્‍યા છે, તેણે કમાલ કરી છે તેવું ઇશા સ્‍વીકારે છે.

(11:11 am IST)