Gujarati News

Gujarati News

News of Tuesday, 19th September 2023

હમણા જરાય ઉતાવળ નથી કરવી : માનવ

ટીવી પરદાના જાણીતા અભિનેતા માનવ ગોહેલ કહે છે તેને નવો શો કરવાની ઉતાવળ નથી. થોડા સમય પહેલા માનવ અને શ્વેતા તિવારીની સિરયલ મૈં હું અપરાજિતા પર પરદો પાડવામાં આવ્‍યો હતો. માનવ આ શોમાં સપ્‍ટેમ્‍બર ૨૦૨૨થી સતતત કામ કરી રહ્યો હતો. તે કહે છે હવે મને વિરામ મળ્‍યો છે, હું થોડો સમય નવા કામથી દુર રહી આરામ કરવા ઇચ્‍છુ છું. આગામી શોમાં કેવા પ્રકારની ભુમિકા ભજવવી છે તે મને ખબર નથી, મારે હવે જરાય ઉતાવળ કરવી નથી. અપરાજિતા માટે આખુ આખુ અઠવાડીયુ સતત કામ કર્યુ હતું આ કારણે ખુબ થાકી ગયો હતો. જો કે આ મારી ફરિયાદ નથી. પણ હળવા થવા માટે મારે આરામની જરૂર છે. તે કહે છે નેવુના દસકની સરખામણીમાં હવે સિરીયલો વિષયક ગણતરીઓ સમગ્રપણે બદલાઇ ગઇ છે. હવે બધા શો વિષયવસ્‍તુને બદલે ટીઆરપીના આધારે ચાલે છે.

(11:10 am IST)