Gujarati News

Gujarati News

News of Tuesday, 19th September 2023

પાંચ ફિલ્‍મો કરી રહી છે વામિકા

વામિકા ગબ્‍બીનો સિતારો હાલમાં બુલંદી પર છે. જ્‍યુબિલી વેબ શોના તેના અભિનયથી સોૈએ તેના બેમોઢે વખાણ કર્યા છે. જેમાં તેણે નિલોફરનો રોલ બખૂબી નિભાવ્‍યો છે. હવે વામિકાને બોલીવૂડના મોટા બેનરો પણ આવકારતાં થયા છે. તેને ધડાધડ સારુ કામ મળવા માંડયું છે. તેને કલ્‍પના પણ નહોતી કે આ શોને આટલો બધો પ્રતિસાદ મળશે. તે કહે છે મને ખાતરી હતી કે કંઇક સારુ થવાનું છે. દર્શકો શોને પસંદ કરશે એવુ મારા મનમાં હતું જ. પણ જ્‍યુબિલીને જે લોકચાહના મળી છે તે કલ્‍પના બહારની છે. વામિકા ગબ્‍બી હવે સિદ્દત-૨માં પણ જોવા મળશે, તેને આ સ્‍થાન પરિણીતીના બદલે મળ્‍યું છે. વામિકા આગળ કહે છે જ્‍યુબિલીમાં કામ કર્યા પછી મને વિશ્વાસ આવી ગયો હતો કે હવે મને કરવા ખાતર કોઇ કામ નહિ કરવું પડે પણ આ શો મને વધુ આગળ લઇ જશે. વામિકા આગામી સમયમાં પંજાબી, તમિલ અને હિન્‍દી મળી પાંચ ફિલ્‍મોમાં જોવા મળશે.

(11:09 am IST)