Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

પ્રાઇવેટ પાર્ટીમાં આલિયા ભટ્ટે રણબીર કપૂરને આપી જાદુની જપ્પી

મુંબઈ: આલિયા ભટ્ટ અને રણબીર કપૂર જ્યારે પણ સાથે દેખાય છે ત્યારે તેમની તસવીરો સોશિયલ મીડિયા પર એકદમ વાયરલ થાય છે. બંને ઘણીવાર તેમની આગામી ફિલ્મ બ્રહ્માસ્ત્રના નિર્દેશક અયાન મુખર્જી સાથે મીડિયાની સામે દેખાય છે.  ખાનગી પાર્ટીમાં તેમના પ્રેમની તસવીર સોશિયલ મીડિયા પર આવતાની સાથે તે જોરદાર વાયરલ થઈ ગઈ.આલિયા ભટ્ટની બેસ્ટ ફ્રેન્ડ અકંકશા રંજન કપૂરની બર્થ ડે પાર્ટીની ઉજવણી કરવામાં આવી હતી. પાર્ટીમાં આકાંશાના નિકટના મિત્રોને આમંત્રિત કર્યા હતા, જ્યાં આલિયા, વાણી કપૂર, આથિયા શેટ્ટી જેવા કેટલાક સ્ટાર્સ પણ જોવા મળ્યા હતા. પાર્ટીમાં આલિયાનો બોયફ્રેન્ડ રણબીર કપૂર પણ પહોંચ્યો હતો. બર્થડે પાર્ટીની એક તસવીર સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે. જેમાં આલિયા રણબીર કપૂરને ગળે લગાવેલી જોવા મળી રહી છે.

(5:19 pm IST)