Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં ટપ્પુ અને સોનુનો બોલીવૂડ ગીત પર જબરદસ્ત ડાન્સ

ગોકુલધામના ગણેશ ઉત્સવમાં બંનેનું પરર્ફોમ દર્શકોને ચકિત કરશે

મુંબઇ તા. ૧૯: સબ ટીવી પરનો ખુબ જ લોકપ્રિય કોમેડી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' દર્શકોને સતત નવું મનોરંજન પીરસતો રહે છે. અસંખ્ય દર્શકો આ શોના ચાહક છે. નીલા ટેલિફિલ્મ્સ પ્રા.લિ. નિર્મિત આ શોમાં હવે ગોકુલધામ સોસાયટીમાં ગણેશ ઉત્સવના રંગારંગ કાર્યક્રમો જોવા મળશે. આગામી શો દર્શકો માટે રોમાંચક અને આશ્ચર્યજનક બની રહેશે. ટપુ અને સોનુ બોલીવૂડના સુપરહિટ ગીતો પર ડાન્સ કરતાં જોવા મળશે. આ શોમાં ટપ્પુ અને સોનુના ખાસ પરફોર્મન્સ જોવા મળશે. બોલીવૂડના લોકપ્રિય ગીતો પર આ બંનેના ડાન્સ મુવ્ઝ જોવા લાયક બની રહેશે. ટપ્પુ અને સોનુ સિમ્બા ફિલ્મના ધમાકેદાર સોંગ આંખ મારે ઓ લડકા...પર ઠુમકા લગાવતાં જોવા મળશે. આ બંનેનો ડાન્સ જોઇ દર્શકો ચકિત થઇ જશે.

સોનાની ભુમિકા ભજવતાં પલક સિધવાનીએ કહ્યું હતું કે મારા માટે રંગારંગ કાર્યક્રમમાં પરફોર્મ કરવું એ સપનુ સાકાર થવા જેવું છે. અનેક વર્ષથી હું ગોકુલધામના લોકોને આ મંચ પર પરર્ફોમ કરતી જોતી આવી છું. હવે આજે ખુદ હું તેમાં ભાગ લઇ રહી છું જે મારા માટે નસિબની વાત છે. હું માની શકતી નથી કે હું પોતે ગોકુલધામમાં પરર્ફોમ આપી રહી છું! રિહર્સલ કરવા સમયે પણ અમને બહુ મજા આવી હતી. ટપ્પુએ મને કહ્યું હતું કે રણવીરસિંહ સેટ પર આવતાં તેની સાથે બધાએ ખુબ ધમાલ-મસ્તી કરી હતી. જો કે હું એ સમયે હાજર રહી શકી નહોતી. નહિતર હું પણ એકાદ સ્ટેપ રણવીરસિંહ સાથે કરી લેત.

આગળના એપિસોડમાં ટપ્પ અને સોનાની ડાન્સ  ધમાલ સહિતનું મનોરંજન માણવા મળશે. એ માટે દર સોમથી શુક્રવાર સાંજે ૮:૩૦ કલાકે સબ ટીવી પર નિલા ટેલિફિલ્મ્સ પ્રા.લિ. દ્વારા નિર્મિત શો જોવો રહ્યો.

(11:29 am IST)