Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

અહિ સંઘર્ષ કદી ખતમ થતો નથીઃ ઇમરાન

બોલીવૂડમાં એક સમયે સિરિયલ કિસર તરીકે ઓળખ ઉભી કરનારો અભિનેતા ઇમરાન હાસમી હવે સ્પાય વેબ સિરીઝ બોર્ડ ઓફ બ્લડમાં કામ કરી રહ્યો છે. એક સમય હતો જ્યારે ઇમરાને બોલીવૂડમાં એક પછી એક હિટ ફિલ્મો આપી ઓળખ ઉભી કરી લીધી હતી. યુવા હૈયાઓમાં તે સુપરસ્ટાર બની ગયો હતો. પણ પાછલા કેટલાક વર્ષોથી ઇમરાનની ફિલ્મો બોકસ ઓફિસ પર કમાલ દેખાડી શકી નથી. તે સફળતા માટે સંઘર્ષ કરી રહ્યો છે. ઇમરાને કહ્યું હતું કે હું ઘણો સમય ઇન્ડસ્ટ્રીમાં વિતાવી ચુકયો છું. ફિલ્મી દુનિયામાં થઇ રહેલા સંઘર્ષનો કદી અંત હોતો નથી. મને લાગે છે કે એક અભિનેતા સોૈથી સુરક્ષીત વ્યકિત હોય છે. જો કોઇ એકટર એવું કહે કે તે અસુરક્ષીત છે, તો હું કહીશ કે એ જુઠ્ઠુ બોલે છે. અહિ સતત પ્રતિસ્પર્ધા વચ્ચે પોતાને ટકાવી રાખવાનું કામ ખુબ મુશ્કેલ હોય છે. હું પ્લાનીંગ કરીને કયારેય પણ કામ નથી કરતો, મને તક મળે અટલે હું આગળ વધી જાઉ છું. હું આ નીતિ જ અપનાવી રહ્યો છું. ઇમરાને કબુલ્યું છે કે અગાઉ તેણે ઘર ચલાવવા માટે અમુક ફિલ્મો ઇચ્છા ન હોવા છતાં કરી હતી. વેબ સિરીઝ થકી ખુબ સારી કહાનીઓ લોકો જોઇ શકશે.

(10:08 am IST)
  • પ્રારંભે જ કડાકો : ૧૦.૧પ કલાકે સેન્સેકસ ર૭૭ પોઇન્ટ ઘટીને ૩૬ર૮૬ તથા નીફટી૮૪ પોઇન્ટ ઘટીને ૧૦૭પ૬ ઉપર ટ્રેક કરે છેઃ ડોલર સામે રૂપિયો ૭૧.ર૪ ઉપર છે access_time 11:27 am IST

  • સાંજે ૭ આસપાસ વલસાડ-તિથલના આકાશમાં વીજળીના જબ્બર ચમકારા અને ગડગડાટ વચ્ચે ધીમી ધારે વરસાદ ચાલુ. access_time 8:23 pm IST

  • બુલેટ ટ્રેન જમીન સંપાદન વિવાદ મુદે હાઇકોર્ટમાં આજે ચુકાદો : વર્તમાન કિંમત પ્રમાણે વળતર આપવાની ખેડુતોની માંગ છેઃ સરકાર જે ભાવે જમીન વેચે છે એ જ ભાવે ખેડૂતોની વળતરની માંગઃ આણંદમાં ઉંચા ભાવે જમીનનો ચાર્ટ કોર્ટમાં રજુ કરાવ્યો હતો access_time 11:54 am IST