Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

જ્હાન્વીએ પુરૂ કર્યુ શુટીંગ

અભિનેત્રી જ્હાન્વી કપૂર સતત ચર્ચામાં રહે છે. હાલમાં તે રાજકુમાર રાવ સાથે નિર્દેશક હાર્દિક મહેતાની ફિલ્મ 'રૂહ-અફઝા'માં કામ કરી કરી રહી છે. આ એક હોરર કોમેડી ફિલ્મ છે. જેમાં જ્હાન્વી ડબલ રોલમાં જોવા મળવાની છે. આવતા વર્ષે ૨૦મી માર્ચના રોજ રિલીઝ થનારી આ ફિલ્મનું જ્હાન્વીએ શુટીંગ પણ પુરૂ કરી લીધું છે. સોશિયલ મિડીયા પર માહિતી આપી તેણે કહ્યું હતું કે ફિલ્મનું શુટીંગ પુરૂ કરી લીધું છે. અમે મનાલી, રૂડકી અને આગ્રામાં શુટીંગ કર્યુ છે. રાજકુમાર અને જ્હાન્વી પહેલી જ વખત સાથે કામ કરી રહ્યા છે. ફિલ્મમાં આ બંને કલાકાર ઉપરાંત વરૂણ શર્મા, પંકજ ત્રિપાઠી, આમના શરીફ, રોનિત રોય સહિતના પણ મહત્વના રોલમાં છે. ૨૧ વર્ષિય જ્હાન્વીની હજુ એક ફિલ્મ રિલીઝ થઇ છે. છતાં તેણે અસંખ્ય ચાહકો ઉભા કરી લીધા છે. તેની પાસે અન્ય ફિલ્મોમાં તખ્ત, દોસ્તાના-૨, રણભૂમિ તેમજ ગુંજન સકશેનાની બાયોપિક પણ છે.જેમાં તે ઇન્ડિયન એરફોર્સની પાયલોટનો રોલ નિભાવી રહી છે.

(10:07 am IST)
  • બુલેટ ટ્રેન જમીન સંપાદન વિવાદ મુદે હાઇકોર્ટમાં આજે ચુકાદો : વર્તમાન કિંમત પ્રમાણે વળતર આપવાની ખેડુતોની માંગ છેઃ સરકાર જે ભાવે જમીન વેચે છે એ જ ભાવે ખેડૂતોની વળતરની માંગઃ આણંદમાં ઉંચા ભાવે જમીનનો ચાર્ટ કોર્ટમાં રજુ કરાવ્યો હતો access_time 11:54 am IST

  • રવિવારે પણ આરટીઓ કચેરી ચાલુ રાખવા સરકારનો નિર્ણય : રાજકોટઃ નવા નિયમોની અમલવારી માટે વાહન ચાલકો આરટીઓ કચેરીએ ઉમટી પડતા હોય લોકોની સરળતા માટે હવે રવિવારે પણ આરટીઓ કચેરી ચાલુ રખાશે. access_time 6:59 pm IST

  • બીએસએનએલના યુનિયનોની ચૂંટણીમાં મત ગણત્રી ચાલુઃ ગુજરાતના ૧૮ જીલ્લામાં ૯માં એનએફટીઈ યુનિયનનો વિજયઃ ગુજરાતમાં ગણત્રી પુરી, હજુ દેશભરમાંથી રીઝલ્ટ આવ્યા બાદ ફાઈનલ ચિત્ર સાંજે જાહેર થશે access_time 3:58 pm IST