Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

જ્હૉન અબ્રાહમની ફિલ્મ 'રોની'ની રિલીઝ ડેટ જાહેર

મુંબઈ:એ લિસ્ટના ગણાતા અભિનેતા ફિલ્મ સર્જક જ્હૉન અબ્રાહમની આગામી ફિલ્મ રૉની રિલિઝ ડેટ જાહેર કરવામાં આવી હતી.આ ફિલ્મનંુ આખું નામ રોમિયો અકબર જુલિયેટ છે. એને ટૂંકમાં રૉ તરીકે ઓળખાવાઇ છે.આ ફિલ્મ આવતા વર્ષના માર્ચની ૧મીએ રજૂ કરવાની એના સર્જકોની યોજના હોવાનંુ જાહેર કરવામાં આવ્યું હતું. વાયાકોમ ૧૮ની આ ફિલ્મમાં જ્હૉન ઉપરાંત જેકી શ્રોફ, સુચિત્રા કૃષ્ણમૂર્તિ, મૌની રોય અને સિકંદર ખેર ચમકી રહ્યા છે. એનું ડાયરેક્શન રોબી ગ્રેવાલનું છે.ટ્રેડ પંડિત તરણ આદર્શે ટ્વીટર હેન્ડલ પર ફિલ્મની રિલિઝ ડેટ રજૂ કરી હતી. આ ફિલ્મ ધીરજ વાઢવાન, અજય કપૂર, વેનેસા વાલિયા અને ગેરી ગ્રેવાલના નિર્માણ તળે બની રહી છે.  ૧૯૭૧ના ભારત પાકિસ્તાન વૉરની કથા પર આધારિત આ ફિલ્મ સળંગ ૬૦ દિવસના શૂટિંગમાં પૂરી કરવાની એના સર્જકોની યોજના છે. એમાં રજૂ થનારા પ્રસંગો સત્યઘટનાઓ પર આધારિત હોવાની જાણકારી પણ મળી હતી.

(5:00 pm IST)