Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

નેસ વાડિયાએ કરી પ્રીતિ ઝીંટાને છેડતીનો આરોપ પાછો લેવાની વિનંતી

મુંબઈ:પ્રિટી ઝિન્ટા અને નેસ વાડિયાનો કેસ કોર્ટમાં ૨૦૧૪થી ચાલી રહ્યો છે. પ્રિટીએ નેસ પર આરોપ લગાવ્યો હતો કે ૨૦૧૪માં રમાયેલી આઈપીએલ મેચ દરમિયાન નેસ વાડિયાએ તેની છેડતી કરી હતી. નેસ આ કેસમાં જામીન પર મુક્ત છે. આ સાથે જ નેસે આ કેસને રદ કરવાની માગણી પણ કરી છે. જોકે હાલમાં જ થયેલી સુનાવણીમાં નેસને નિરાશા સાંપડી હતી, કારણ કે નેસે કેસ રદ કરવાની માગણી કરતી પિટિશન પર પ્રિટીએ થોડો સમય માગ્યો છે. ૧૩મી જૂન, પ્રિટી ઝિન્ટાએ પોતાના બિઝનેસમેન એક્સ બોયફ્રેન્ડ અને તેની સાથે કિંગ્સ ઇલેવન પંજાબના સહમાલિક નેસ વાડિયા પર છેડતી અને ધમકાવવાનો આરોપ મૂક્યો હતો.

(4:58 pm IST)