Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

ઠગ્સ ઓફ હિંદોસ્તાનમાં બિગ બીનો લુક જાહેર

'ઠગ્સ ઓફ હિંદોસ્તાન' માં અમિતાભ બચ્ચનનો લુક ગઇ કાલે મોશન પોસ્ટર દ્વારા જાહેર કરવામાં આવ્યો છે અને એ લુક એકદમ જબરદસ્ત છે. યશરાજ ફિલ્મ્સના ટ્વિટર હેન્ડલ પર આ પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે અને એમાં અમિતાભ બચ્ચન કોઇ કબીલાના સરદાર જેવા દેખાય છે. તેમનો લુક શ્રીદેવી સાથેની ફિલ્મ 'ખુદાગવાહ૩ના પાત્ર જેવો દેખાય છે. તેમની દાઢી અને મૂછ વધેલાં છે અને હાથમાં કટાર અને તલવાર છે.

(4:13 pm IST)