Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

ફરી આવ્યો ફલેયર્ડ જીન્સનો ટ્રેન્ડ, બોલિવૂડનો હીરોઇનો કરી રહી છે ફોલો

થોડા થોડા સમયે જીન્સનો ટ્રેન્ડ બદલાયા કરે છે. કયારેક હાઇ વેસ્ટ તો કયારેક લો વેસ્ટ અને ત્યાર બાદ સ્કીન ટાઇટ આવ્યા બાદ હવે જે લેટેસ્ટ છે તે ફલેયર્ડ જીન્સ. હા આ જીન્સની ફેશન વર્ષો પહેલા આવી હતી પરંતુ હાલમાં ફરી તે ટ્રેન્ડમાં જોવા મળી રહી છે. બોલીવુડની અભિનેત્રીઓમાં પણ હાલમાં આ જીન્સની બોલબાલા ચાલી રહી છે. જેમાં તમે પણ ડેનિમ જેકેટ સાથે આ ફલેયર્ડ જીન્સ પહેરી શકો છો. મિત્રો સાથે તમે જો હેંગઆઉટ પ્લાન કરી રહ્યાં છો તો આ લુક સૌથી સુંદર લાગશે. તો કેટલીક હિરોઇનો શર્ટ સાથે ફલયેર્ડ જીન્સ પહેરી રહી છે. આ કેઝૂયલ લુક તમને એકદમ બિન્દાસ લાગશે. જો તમે ફલયેર્ડ જીન્સનો લુક એકદમ ફેશનેબલ બનાવવા ઇચ્છો છો તો સફેદ શર્ટ સાથે પણ પહેરી શકો છો. જો તમે હોટ લૂક આપવા ઇચ્છો છો તો તેને ક્રોપ ટોપ સાથે પહેરી શકો છો. તમે તેની સાથે ટૈન હીલ્સ ટ્રાઇ કરો તો આ સ્ટાઇલ વધુ સારી લાગશે.

(4:13 pm IST)