Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

KBC ના ઇતિહાસમાં સૌથી મજાકિયા શો, સૌ કોઇ હસી હસીને થયા લોટપોટ

જયારે KBC માં બોલાવો આવ્યો ત્યારથી તમે જ મારા સપનામાં આવો છો. અમિતાભ એક પળ માટે આ બધુ સાંભળીને ચોંકી ગયા. તો સેટ પર હાજર સૌ કોઇ શોમાજીની બિન્દાસ વાતોનાં કાયલ થઇ ગયા

મુંબઇ, તા.૧૯: KBC ના મંચ પર જો કોઇનો અવાજ ગુંજે છે તો તે છે અમિતાભ બચ્ચનનો. કૌન બનેગા કરોડપતિનાં સેટ પર સવાલ-જવાબનીજ ગ્યાએ હાસ્ય અને ગમ્મત થઇ.. આવી કલ્પના કોઇએ ભાગ્યે જ કરી હોય. પણ સવાલ-જવાબના સિલસિલા વચ્ચે ૧૮ સપ્ટેમ્બરની રાત્રે KBC ના એપિસોડમાં ઘણો જ મજેદાર રહ્યો. લોકોની ગમ્મત કરનારા અમિતાભ બચ્ચન ખુદ આ વખતે નિશાના પર હતાં. મહાનાયક પણ તેને હસી હસીને એન્જોય કરી રહ્યાં હતાં. આ સીઝનમાં પહેલી વખત એવું થયુ કે કંટેસ્ટંટની એન્ટ્રી થતા જ સેટ પર હાસ્ય રેલાઇ ગયુ.

ખરેખરમાં KBC ના સેટ પર પહોંચેલી શોમા ચૌધરીની મસ્તી અને બિન્દાસ ટિપ્પણીઓથી અમિતાભ પણ દ્યણાં જ રોમાંચિત થઇ ગયા. તેમણે આવતા બિગ બીની બોલતી એમ કહીને બંધ કરી દીધી કે, હું આપનાંથી હાથ જ નહીં મેળવું, પણ ગળે પણ પડીશ'

તો સેટ પર હાજર સૌ કોઇ શોમાજીની બિન્દાસ વાતોનાં કાયલ થઇ ગયા.

અમિતાભે શોમાને શાંત કરાવવાનો પ્રયાસ કરતા કહ્યું કે, આપ આપનાં પતિને પ્રેમ નથી કરતી કે શું? આ સવાલનો શોમાંએ ખુબજ શાનદાર જવાબ આપ્યો. તેમણે બિગ બીને કહ્યું કે, આપ ચિંતા ન કરે. મેરે પતિ જાનતે હે કી મે ઉનકી મિસિઝ હું.. ઉનહે પતા હૈ મે આપકી ઔર ધર્મજી કી ફેન હુ'

શોમાની વાતો સાંભળીને દર્શકોએ પણ અમિતાભ બચ્ચનને રિકવેસ્ટ કરી કે શોને રોકો નહીં. બિગ બીએ પણ કહ્યું કે, મારુ મન કરે છે કે શોમાજીની સાથે બેસીને વાતો કરતો રહું. દેવી આપ ધન્ય છો. અમિતાભની સાથે શોમાની વાતચીત દરમિયાન ઓડિયન્સ પણ ખુબજ હસતી દેખાતી હતી. ઓડિયન્સમાં શોમાનાં પતિ પણ હાજર હતા.

(3:56 pm IST)