Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

પ્રેમ કરવા માટે અત્‍યારે શ્રધ્‍ધા પાસે સમય નથી

બોલીવૂડમાં આશિકી ગર્લથી જાણીતી બનેલી શ્રધ્‍ધા કપૂર પાસે હવે ભરપુર કામ છે. તેની રાજકુમાર રાવ સાથેની ફિલ્‍મસ્ત્રી પણ હિટ સાબીત થઇ છે. શ્રધ્‍ધાની આગામી ફિલ્‍મ શાહિદ કપૂર સાથે છે. બત્તી ગૂલ મિટર ચાલુ નામની આ ફિલ્‍મનું પ્રમોશન તે શાહિદ સાથે મળીને કરી રહી છે. તે કહે છે મારી પાસે એક પછી એક કામ સતત કતારમાં છે. આવા સમયે પ્રેમ કરવા માટેનો સમય જ નથી. શ્રધ્‍ધા કહે છે કે હું જો રિલેશનશીપ શરૂ કરીશ તો તેને ગંભીરતાથી લઇશ અને પુરો સમય આપીશ. પણ હાલમાં આવું કંઇ શકય નથી. જો કે સતત વ્‍યસ્‍તતા વચ્‍ચે શ્રધ્‍ધા પોતાના માટે સમય કાઢવાનું ભુલતી નથી. તે બેડમિન્‍ટન પણ શીખી રહી છે. આગામી ફિલ્‍મમાં તે સાયના નેહવાલનો રોલ નિભાવવાની છે. પ્રેકટીસ માટે શ્રધ્‍ધા દરરોજ સવારે છ વાગ્‍યે ઉઠી જાય છે. સમય મળતાં તે મ્‍યુઝિક કમ્‍પોઝ પણ કરી લે છે. સમય મળતાં તે પોતાના ગોવાના હોલીડે હોમમાં સમય વિતાવશે.

(10:16 am IST)