Gujarati News

Gujarati News

News of Monday, 19th August 2019

બોલીવુડના દિગ્ગજ સંગીતકાર ખય્યામનું નિધન 92 વર્ષની વયે નિધન

કભી કભી', 'ત્રિશૂલ', 'નૂરી', 'થોડી સી બેવફાઈ', 'ઉમરાવ જાન' સહિત અનેક સુપ્રસિદ્ધ ફિલ્મોમાં સંગીત આપ્યું હતું.

મુંબઈ ;બોલીવુડના દિગ્ગજ દિગ્ગજ સંગીતકાર ખય્યામનું 92 વર્ષની વયે નિધન થયુ છે. તેમની તબીયત છેલ્લા કેટલાક સમયથી નાદુરસ્ત હતી. તેઓ ફેફ્સાની બીમારીને કારણે મુંબઈની એક હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં તેઓ આઈસીયુમાં હતાં. ખય્યામે કભી કભી', 'ત્રિશૂલ', 'નૂરી', 'થોડી સી બેવફાઈ', 'ઉમરાવ જાન' સહિત અનેક સુપ્રસિદ્ધ  ફિલ્મોમાં સંગીત આપ્યું હતું.
  ખય્યામે પોતાના મ્યૂઝિક કરિયરની શરૂઆત લુધિયાણામાં 1943મા 17 વર્ષની ઉંમરે કરી હતી. વર્ષ 1953માં ફુટપાથ ફિલ્મથી તેમણે પોતાની બોલીવુડ કરિયરની શરૂઆત કરીહતી .
    વર્ષ 1961માં આવેલી ફિલ્મ શોલા ઔર શબનમમાં સંગીત આપીને ખય્યામ સાહબને નવી ઓળખ મળી હતી. આખરી ખત, કભીકભી, ત્રિશુલ, નૂરી, બાઝાર, ઉમરાવ જાન અને યાત્રા જેવી ફિલ્મોમાં તેમણે મ્યુઝિક આપ્યું હતું. પોતાના શાનદાર કામ માટે તેમને ઘણા એવોર્ડ મળ્યા હતા
  . વર્ષ 2007માં સંગીત નાટક એકેડેમી એવોર્ડ અને વર્ષ 2011માં પદ્મ ભૂષણ સન્માન મળ્યું હતું. કભી કભી અને ઉમરાવ જાન ફિલ્મ માટે તેમને ફિલ્મ ફેર એવોર્ડ મળ્યો હતો. તો ઉમરાવ જાન માટે નેશનલ એવોર્ડ પણ મળ્યો હતો.

(11:27 pm IST)