Gujarati News

Gujarati News

News of Monday, 19th August 2019

કરણ જોહરની 'કુછ કુછ હોતા હૈ-2'માં રાહુલ બની શકે છે રણવીર સિંહ

મુંબઈ: કરણ જોહરની આઇકોનિક ફિલ્મ 'કુછ કુછ હોતા હૈ'ની રીમેકની બોલીવૂડમાં ચર્ચા થયા કરે છે.આ ફિલ્મની સ્ટારકાસ્ટ બદલ કરણે હંમેશા રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને જાહ્નવી કપૂરનું નામ લીધું છે. પરંતુ હવે લાગે છે કે, કરણે પોતાનો વિચાર બદલી નાખ્યો છે.  તાજેતરમાં એક ઇવેન્ટના ઇન્ટરવ્યુમાં કરણને 'કુછ કુછ હોતા હૈ'ની સ્ટાર કાસ્ટ વિશે ફરી પુછવામાં આવ્યું હતું. ત્યારે કરણે રણબીરનું નામ ન લેતાં રણવીર સિંહનું નામ લીધું હતું. વાસ્તવમાં, મેલબર્ન ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં આ ફિલ્મના રીલિઝના ૨૦ વરસ થયા તે ખુશીમાં પ્રીમિયરનું આયોજનમાં કરણ ગયો હતો. 

(5:18 pm IST)