Gujarati News

Gujarati News

News of Monday, 19th August 2019

14 વર્ષ પછી મુકેશ ખન્નાએ 'શક્તિમાન' બંધ થવાનું ખોલ્યું રાજ

મુંબઈ: બાળકોનો સૌથી પોપ્યુલર શો શક્તિમાનની બીજી સીઝનને લઈને ઘણા સમાચારો સામે આવ્યા છે. અવુ કહેવામાં આવે છે કે જલ્દી જ તેની બીજી સીઝન આવી શકે છે. તાજેતરમાં શક્તિમાનની ભૂમિકા કરનાર મુક્શ ખન્નાએ આ શોને લઈને વાત કરી છે. તેમણે જણાવ્યું કે લોકો વચ્ચે પોપ્યુલર થયા બાદ આ શો કેમ બંધ કરવો પડ્યોમુકેશ ખન્નાએ જણાવ્યું કે, ‘પહેલા શક્તિમાન શનિવારે સવારે અને મંગળવારે સાંજે પ્રસારિત થતુ હતુ. નોન પ્રાઈમ હોવા છતા આ શો સારો ચાલી રહ્યો હતો. જેની માટે દુરદર્શનને 3.80 લાખ આપવા પડતા હતા. તે જમાનામાં શોમાં પ્રાયોજિત થતા હતા અને વિજ્ઞાપનો થકી અમારી કમાણી થતી હતી’. એવામાં શક્તિમાને લગભગ 100-150 એપિસોડ ચલાવ્યા. તેમણે વધારે જણાવ્યું કે શોની લોકપ્રિયતાને જોતા દુરદર્શન તરફથી મને કહેવામાં આવ્યું કે આ શોને રવિવારે પણ પ્રસારિત કરવામાં આવે કારણ કે રવિવારે બાળકોની રજા હોય છે.રવિવારે પ્રસારિત થવાના કારણે દુરદર્શનને મારે 7.80 લાખ રૂપિયા દેવા પડ્યા. રકમ વધારાના બાદ પણ મેં શોને ચલાવ્યો. ત્યારબાદ તેની આગામી વર્ષ શોના 104 એપિસોડ થયા તો મને 10.80 લાખ રૂપિયા ચૂકવવાનું કહેવામાં આવ્યું કારણ કે એપિસોડ વધ્યા બાદ ફી બેગણી થઈ જાય છે. મેં કહ્યું કે આ તો સફળતાની ચૂકવણીનો અંજામ છે. 3 લાખથી 10 લાખ મારા માટે ભારે રકમ પડી રહી હતી. ત્યારે મને જાણ થઈ કે તેઓ 16 લાખ કરવાના વિચારમાં હતા. તેનો મેં વિરોધ પણ કર્યો પરંતુ કોઈએ મારી વાત ન માની. મુકેશ ખન્ના મુજબ તે શોને બંધ કરવા નહોતા ઈચ્છતા પરંતુ બંધ કરવો તે તેમની મજબુર હતી. મુકેશ ખન્નાએ જણાવ્યું કે આજ પણ લોકો મને પૂછે છે કે શક્તિમાન 2 ક્યારે લાવો છો. એવામાં હું પણ આશા રાખુ છું કે લોકોને અમે ખુબ જ જલ્દી મળીશું. જણાવી દઈએ કે શક્તિમાન લગભગ 8 વર્ષ સુધી ચાલ્યો હતો.

(5:13 pm IST)