Gujarati News

Gujarati News

News of Monday, 19th August 2019

સિંગર પ્લાસીડો ડોમિંગોના સામે મહિલાઓએ યૌન ઉત્પીડનનો આરોપ નોંધાવ્યો

મુંબઈ: દિગ્ગજ ઓપેરા કલાકાર પ્લાસીડો ડોમિંગોના વિરુદ્ધમાં કેટલીક મહિલાઓએ યૌન ઉત્પીડનનો આરોપ લગાવ્યો છે. જો કે ડોમિંગોએ આરોપોને નકારી પોતાનો બચાવ કર્યો છે. લોસ એંજલિસ ઓપેરાએ આ ઓરોપોને લઈ એક તપાસ શરૂ કરી છે. એક પ્રેસ રિપોર્ટ અનુસાર કેટલીક મહિલાઓએ ઓપેરાનાં મશહુર સિંગરમાંથી એક ડોમિંગો પર પોતાની કલાગીરીનો ખરાબ ઉપયોગ કરવાના અને શારીરિક સંબંધો બાંધવાનાં આરોપો નાખ્યાં છે. જેમાંથી એક મહિલાની તો ઓળખાણ પણ થઈ ગઈ છે.આઠ ગાયિકાઓ અને એક નર્તકીએ જણાવ્યું કે 1980ના દશકમાં થયેલી દુર્ઘટનાઓમાં તેનું યૌન ઉત્પીડન કરવામાં આવ્યું હતું. એમાંથી કેટલીક મહિલાઓએ એવું કહ્યું કે અમે બધું બહાર લાવતા એટલા માટે ડરતા કે અમારા કરિયરને નુકશાન પહોંચે. તો વળી સિંગરનું કહેવું છે કે આ અનામ વ્યક્તિઓનાં આરોપ કે જે 30 વર્ષ જુના છે. તે મને ખુબ પરેશાન કરે છે અને આ બધી વાતોને ખોટી રીતે પ્રસ્તુત કરવામાં આવી રહી છે. સિંગરે આગળ કહ્યું કે છતાં પણ આ સાંભળવું જ કષ્ટદાયક છે કે મે કોઈને પરેશાન કર્યા કે પછી કોઈને અસહજ મહેસુસ કરાવ્યું હોય. એનાથી કોઈ ફર્ક નથી પડતો કે ઘટનાં કેટલા સમય પહેલાની છે કે પછી મારો ઈરાદો કેવો છે. તેણે આગળ કહ્યું કે તે આ બધા આરોપો માટે બહારથી એક વકીલ રાખશે અને પુરા કેસની તપાસ કરાવશે.

(5:12 pm IST)