Gujarati News

Gujarati News

News of Monday, 19th August 2019

'ઇન્ડિયન આઇડેલ -11'નું હોસ્ટિંગ કરશે આદિત્ય નારાયણ

મુંબઈ: પ્રખ્યાત રિયાલિટી ટીવી શો ઇન્ડિયન આઇડોલની આગામી સીઝનના હોસ્ટિંગ માટે સિંગર-એક્ટર આદિત્ય નારાયણની પસંદગી કરવામાં આવી છે. આ વાતની પુષ્ટિ કરતાં આદિત્યએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, એક નવી શરૂઆત. મને આનંદ છે કે હું ઈન્ડિયન આઇડોલ 11 નું હોસ્ટ કરીશ. મને નસીબ માંગોઆ પોસ્ટની સાથે જ આદિત્યએ એક તસવીર પણ અપલોડ કરી છે જેમાં તે ઓડિશન પ્રક્રિયા દરમિયાન ઉમેદવારોની સાથે પોઝ આપતો જોઇ શકાય છે. ઇન્ડિયન આઇડોલના પાછલા સીઝનમાં હુસેન કુવાજારવાળા, મિની માથુર, કરણ વહી, મંદિરા બેદી અને મનીષ પલ સહિતની અનેક હસ્તીઓ હોસ્ટ કરી હતી.

(5:11 pm IST)