Gujarati News

Gujarati News

News of Monday, 19th August 2019

આજથી 'સવાલો-જવાબો'નાં ખેલ કેબીસીનો પ્રારંભ

કેબીસીની ૧૧મી સીઝનનાં પણ હોસ્ટ છે બીગ-બી

મુંબઇ તા. ૧૯ :.. ટીવીની દુનિયાનો સૌથી લોકપ્રિય શો 'કૌન બનેગા કરોડપતિ' આજે રાત્રે ૯ વાગ્યાથી શરૂ થઇ રહ્યો છે. ગત સીઝનની જેમ આ સીઝનને પણ સદીના મહાનાયક અમિતાભ બચ્ચન જ હોસ્ટ કરી રહ્યા છે. કેબીસીની આ ૧૧ મી સીઝન છે.

 

કેબીસી શો અમિતાભની એકિટંગ કારકીર્દીનો એ પડાવ છે જેણે રૂપેરી પડદાથી લઇને ટીવીના પડદા ઉપર પણ એમની લોકપ્રિયતાનો સફળતાના શિખર પર પહોંચાડી દીધી છે. 'કૌન બનેગા કરોડપતિ' શોની શરૂઆત ર૦૦૦-૦૧ માં થઇ હતી. અમિતાભે ૯ સીઝનમાં હોસ્ટ રહી ચૂકયા છે. માત્ર ત્રીજી સીઝનમાં હોસ્ટ શાહરૂખ ખાન હતો. પરંતુ અમિતાભની બોલવાની સ્ટાઇલને કારણે કેબીસી ટીઆરપીની રેસમાં હંમેશાં મોખરે છે.ર૦૦૦ ની સાલમાં પ્રથમ સીઝન બાદ ર૦૦પ માં બીજી સીઝન શરૂ થઇ હતી. તે પછી ર૦૦૭ સુધી ત્રીજી સીઝન બ્રોડકાસ્ટ થયા બાદ ર૦૧૦ માં ચોથી સીઝન આવી. ર૦૧૦ બાદ કેબીસીનું દર વર્ષે પ્રસારણ થતું રહ્યું છે. આ દરમ્યાન ત્રીજી સીઝન શાહરૂખ ખાને હોસ્ટ કરી હતી.

આજના પ્રથમ એપીસોડમાં છત્તીસગઢના રાયપુરની ડો. ચિત્રલેખા રાઠૌર બીગ-બી સામે હોટ સીટ પર સવાલોના જવાબ દેતી નજરે પડશે.

(11:45 am IST)