Gujarati News

Gujarati News

News of Sunday, 19th August 2018

હવે પંજાબી ફિલ્મ સન ઓફ મંજીત સિંહમાં નસીબ અજમાવશે કોમેડિયન કપિલ શર્મા

મુંબઈ :ભારતનો લોકપ્રિય સ્ટેન્ડિંગ કોમેડિયન અને બોલીવુડ એક્ટર કપિલ શર્મા હવે પંજાબી ફિલ્મમાં પોતાની કિસ્મત અજમાવવા જઇ રહ્યો છે. કપિલ શર્મા હવે પંજાબી ફિલ્મ ‘સન ઓફ મંજીત સિંહ' લઈને આવી રહ્યો છે

  . આ માહિતી કપિલે તેના ટ્વીટર એકાઉન્ટ પર આપી હતી. ફિલ્મ 12 ઓક્ટોબર રિલીઝ થશે. ફિલ્મના ડિરેક્ટર વિક્રમ ગ્રોવર છે. કપિલે ટ્વીટ કર્યું કે તેનો ફર્સ્ટ લુક જલ્દી જ આવી રહ્યો છે.

(1:39 pm IST)