Gujarati News

Gujarati News

News of Friday, 19th July 2019

શાહરૂખે ધ લાયન કિંગ કેમ ૪૦ વખત જોઇ?

મુંબઇ તા. ૧૯: શાહરૂખ ખાને અત્યાર સુધીમાં ''ધ લાયન કિંગ''ને ૪૦થી વધુ વખત જોઇહશે. 'ધ લાયન કિંગ'ના હિન્દી વર્ઝનમાં મુફાસાનો અવાજ શાહરૂખે આપ્યો છે અને સિમ્બાનો અવાજ તેના દીકરા આર્યન ખાતે આપ્યો છે. આજે રિલીઝ થઇ રહેલી આ ફિલ્મ વિશે વાત કરતાં શાહરૂખે કહ્યું હતું કે 'આ ફિલ્મ જયારે રિલીઝ થઇ ત્યારથી 'ધ લાયન કિંગ' જોવાનું અમે શરૂ કર્યું હતું. મારા ત્રણ બાળકોનો જન્મ અલગ અલગ અંતરાળ દરમ્યાન થયો છે. અમે પિત્ઝા અથવા તો ઢોસા અથવા તો જે પણ બાળકોને પસંદ હોય એ બનાવતા અને ઘરમાં થિયેટર જેવું વાતાવરણ ઊભું કરતાં અને સાથે મળીને 'ધ લાયન કિંગ' જોતાં હતાં. મેં આ ફિલ્મ ૪૦થી વધુ વાર જોઇ હશે. સંપૂર્ણ ફિલ્મ કદાચ ન જોઇ હોય, પરંતુ મારા બાળકો આ ફિલ્મ જોતાં હોય તો હું તેમની સાથે બેસીને આ ફિલ્મ જોઇ લઉં છું. ખરૃં કહું તો તમારા બાળકોને શું દેખાડવું એ ન વિચારી શકતા હો ત્યારે 'ધ લાયન કિંગ' જોઇ લેવી. બાળકોની ઉંમરનાં અલગ-અલગ સ્ટેજમાં અમે બેડરૂમને થિયેટરમાં બદલીને સાથે સમય પસાર કરતાં હતાં. આજે પણ અમને ફિલ્મ જોવી હોય અથવા તો અમે જયારે હોલીડે પર જોઇએ ત્યારે 'ધ લાયન કિંગ' અથવા તો 'ધ જંગલ બુક' જોઇ લઇએ છીએ.'

(4:09 pm IST)