Gujarati News

Gujarati News

News of Friday, 19th July 2019

શેખર સુમને કોલ્ડ ડ્રિંકની બોટલ ખોલતાં જ નીકળી પડ્યા કીડા!

અભિનેતાએ ટ્વિટર પર તસ્વીર મુકી ચાહકોને કદી પણ આવા પીણા નહિ પીવા અપિલ કરી

મુંબઇ તા. ૧૯: અભિનેતા શેખર સુમનના કોલ્ડ ડ્રિંકમાં કીડા નીકળતાં તેણે આ વિડીયો ટ્વિટર પર પોસ્ટ કર્યો છે. કોલ્ડ ડ્રિંક પીવા માટે તેણે બોટલનું ઢાંકણું હટાવતાં જ તે ચોંકી ગયા હતાં.

તાજેતરમાં જ મેડિકલ રિસર્ચમાં સામે આવ્યું હતું કે કોલ્ડ ડ્રિંક સ્વાસ્થ્ય  અને ફિટનેસ માટે સારુ નથી. બોલીવૂડના સ્ટાર પણ અવાર-નવાર ફિટનેસ વિશે વાત કરતી વખતે કોલ્ડ ડ્રિંક-સોફટ ડ્રિંકથી દૂર રહેવાનું કહી ચુકયા છે. હવે અભિનેતા શેખર સુમનની કોલ્ડ ડ્રિંકની બોટલમાંથી કીડા નીકળતાં તેણે કોલ્ડ ડ્રિંક કદી નહિ પીવાનો નિર્ણય કર્યો છે. તેમજ તેણે ચાહકોને પણ આવા ઠંડાપીણા નહિ પીવાની અપિલ કરી છે. શેખરે ટ્વિટર પર એક તસ્વીર પોસ્ટ કરીને લખ્યું છે કે લિમકાની બોટલ ખોલતાં જ તેના ઢાંકણા પાસેથી કીડા નીકળ્યા હતાં. લોકોએ કોલ્ડ ડ્રિંકથી દુર જ રહેવું જોઇએ.

અભિનેતા શેખર તાજેતરમાં મિત્રો ઇસ્માઇલ દરબાર અને નિર્માતા સંદિપસિંહ સાથે કસોૈલીમાં રજા ગાળવા ગયો હતો. ત્યાંથી અનેક તસ્વીરો તેણે ટ્વિટર પર મુકી હતી. શેખર હાલમાં આર્મી અને કાશ્મીરમાં આર્મી પર થઇ રહેલી પથ્થરબાજી પરની પોતાના હોમ પ્રોડકશનની ફિલ્મ બનાવવાના કામમાં વ્યસ્ત છે.

(1:04 pm IST)